Kids mask

covid-19 vaccination children: બાળકો માટે આ મહિનામાં આવશે ઝાયડસની વેક્સિન- વાંચો સંપૂર્ણ વિગત

covid-19 vaccination children: ઝાયડસની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ અંતર્ગત કેટલાંક અઠવાડિયાની અંદર લીલી ઝંડી આપવામાં આવી શકે છે

નવી દિલ્હી, 09 જુલાઇઃ covid-19 vaccination children: ભારતમાં 12થી 18 વર્ષના બાળકોને ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન (covid-19 vaccination children) સપ્ટેમ્બરથ લાગવાનું શરૂ થઇ શકે છે. વેક્સિન મામલે બનેલી વિશેષજ્ઞ સમિતિના પ્રમુખે આ સંકેત આપ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર પડવાની આશંકાઓ વચ્ચે આ રાહતના સંકેત છે.

ઝાયડસ કેડિલાની વેક્સિનના બાળકો પર કરવામાં આવેલા ટ્રાયલના પરિણામ સપ્ટેમ્બર પહેલા જ ઉપલબ્ધ થાય તેવી આશા છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમખ ડો. એનકે અરોરાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઝાયડસની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ અંતર્ગત કેટલાંક અઠવાડિયાની અંદર લીલી ઝંડી આપવામાં આવી શકે છે.

ભારતમાં બાળકો માટે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન (Covaxin) પણ જલ્દી જ ઉપલબ્ધ થઇ શકે છે. કોવેક્સિનનું ફેઝ 3 ટ્રાયલ શરૂ થઇ ચુક્યુ છે અને સપ્ટેમ્બરના અંત સુધી પૂરુ થવાની આશા છે. તેવામાં ઓક્ટોબરથી ડિસેમ્બર અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરીના મધ્યમાં 2થી 18 વર્ષના બાળકોનું રસીકરણ દેશમાં શરૂ થઇ શકે છે. પરંતુ ઝાયડસ કેડિલાના ટ્રાયલનો ડેટા પહેલા જ ઉપલબ્ધ થઇ જશે.

અરોરાએ કહ્યું કે દેશમાં સ્કૂલો ખોલવા સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આશા છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આપણે આ વેક્સિનનું કામકાજ શરૂ કરી શકીશું. જોકે પેડિયાટ્રિક એસોસિએશન સહિત બાળકો સાથે સંબંધિત અનેક સમૂહ કહી ચુક્યા છે કે ત્રીજી લહેરની બાળકો પર સૌથી વધુ અસર થવાની સંભાવના ખોટી પણ હોઇ શકે છે અને મજબૂત ઇમ્યુનિટીના કારણે બાળકો સુરક્ષિત રહેશે. પરંતુ સરકાર આ વખતે કોઇ બેદરકારી દાખવવાના મૂડમાં નથી

તેની પહેલા દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સરકાર એક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત દેશના 736 જિલ્લામાં પેડિયાટ્રિક સેન્ટર બનાવવામાં આવશે. તે અંતર્ગત આશરે 4000 આઇસીયુ બેડ પણ બાળકો માટે તૈયાર કરવામાં આવશે. આ પેકેડ 9 મહિનાની અંદર લાગુ કરવામાં આવશે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની સરકારો પણ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લેતા બાળકોની સારવારને લગતી વિશેષ વ્યવસ્થા કરવામાં લાગી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ New co-operative ministry: અમિત શાહ બન્યા દેશના નવા સહકારી મંત્રાલયના પ્રથમ મંત્રી- વાંચો સંપૂર્ણ વિગત