Auto ticket machine

Automatic ticket vending machine: હવે યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે

Automatic ticket vending machine: અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર એટીવીએમ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ચુકવણીની સુવિધા ઉપલબ્ધ

google news png

અમદાવાદ, 09 જાન્યુઆરી: Automatic ticket vending machine: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા ટિકિટ પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ (નવીકરણ) સામેલ છે.

એટીવીએમ: ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન

એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

આ પણ વાંચો:- Online Disabled Concession Card: દિવ્યાંગ લોકો ઘરે બેઠા બનાવી શકશે રેલ્વે કન્સેશન કાર્ડ

ચુકવણી પદ્ધતિઓ : યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે :

  • યૂપીઆઈ (UPI)
  • ક્યૂઆર કોડ સ્કેન કરવું
  • સ્માર્ટ કાર્ડ
BJ ADVT

સ્માર્ટ કાર્ડ :

  • યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
  • સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
  • સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
  • સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.

આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *