Tejas Special Train: રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા
Tejas Special Train: રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડા પર ચાલી રહેલી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય
રાજકોટ, 24 મે: Tejas Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડા પર ચાલી રહેલી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09006/09005 રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ [18 ફેરા]
- ટ્રેન નંબર 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે.
- એ જ રીતે, ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે.
આ પણ વાંચો:- Bhaktinagar Station: ભક્તિનગર સ્ટેશન પર ચાર ટ્રેનોના સ્ટોપેજના સમયમાં વધારો
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે.
ટ્રેન નંબર 09006 અને 09005 માટેનું બુકિંગ 25.05.2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.