rjt Excellent work in railway safety

Excellent work in railway safety: રાજકોટ ડિવિઝન ના 3 કર્મચારીઓ ડીઆરએમ દ્વારા સન્માનિત

Excellent work in railway safety: રેલવે સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય માટે રાજકોટ ડિવિઝન ના 3 કર્મચારીઓ ડીઆરએમ દ્વારા સન્માનિત

google news png

રાજકોટ, 19 મે: Excellent work in railway safety: રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય માટે રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓ ને રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક અશ્વિની કુમાર દ્વારા આજે ડીઆરએમ ઓફિસ રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા. રાજકોટ ડિવિઝન ના ટ્રાફિક અને વીજળી (કર્ષણ) વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ માર્ચ, 2025 ના મહિનામાં રેલ સુરક્ષામાં શ્રેષ્ઠ કાર્ય માટે આપવામાં આવ્યો છે.

પુરસ્કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં ગૌરવ મીણા (પોઈન્ટ્સમેન-હાપા), શ્યોદાસ મીણા (લોકો પાઇલટ, ગુડ્સ-હાપા) અને અજય (લોકો પાઇલટ, ગુડ્સ-હાપા) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- Redevelopment of Morbi Station: રાજકોટ મંડળના મોરબી સ્ટેશનનો પુનર્વિકાસ

ઉપરોક્ત રેલકર્મીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા ગાડી સંચાલન દરમિયાન ગાડી અને ટ્રેક ની પાસે અસામાન્ય ઘટના વગેરેને ધ્યાનમાં લેવાનું કાર્ય કરવામાં આવ્યું. આ રેલકર્મીઓની સતર્કતા અને જાગૃતિએ સંભવિત રેલ દુર્ઘટનાને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન સુરક્ષા અધિકારી આર સી મીણા, વરિષ્ઠ ડિવિઝન સંચાલન પ્રબંધક સુનિલ કુમાર ગુપ્તા અને વરિષ્ઠ ડિવિઝન વીજળી ઇજનેર (કર્ષણ) મીઠાલાલ મીના ઉપસ્થિત હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો