train 7

Hapa-Naharalgun Train Schedule: હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશન સુધી જશે; વાંચો વિગત..

Hapa-Naharalgun Train Schedule: 23 ઓક્ટોબરની હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશન સુધી જશે

google news png

રાજકોટ, 16 ઓકટોબર: Hapa-Naharalgun Train Schedule: નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના રંગીયા રેલ્વે ડિવિઝનમાં નલબાડી-બાઈહાટા સેક્શનમાં ડબલ લાઇન ની કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 23 ઓક્ટોબર, 2024 ના રોજ હાપાથી ઉપડશે અને ન્યૂ બંગાઈ ગાંવ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ-નાહરલગુન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

BJ ADS

2) ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 26 ઓક્ટોબર, 2024 ના રોજ નાહરલગુનના બદલે ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશનથી ઉપડશે. આ રીતે આ ટ્રેન નાહરલગુન-ન્યુ બંગાઈ ગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

વધુ માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો