train 8

Rajkot-Bhuj special train: રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન નું આ સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

Rajkot-Bhuj special train: રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન નું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

google news png

રાજકોટ, 24 માર્ચ: Rajkot-Bhuj special train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારા નું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકે અને અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે તથા 20.55 કલાકે ભુજ પહોંચશે.
  2. ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 26 માર્ચ 2025 થી ભુજથી 06.50 કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકે અને આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે તથા 13.15 કલાકે રાજકોટ પહોંચશે. વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો