Stoppage at Dharangaon station: રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેન ને ધારણગાંવ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ

રાજકોટ, 24 માર્ચ: Stoppage at Dharangaon station: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબુબનગર સાપ્તાહિક સ્પેશિયલનો ધારણગાંવ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે.
રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર ૦૯૫૭૫ રાજકોટ-મહબુબનગર સાપ્તાહિક સ્પેશિયલને આજથી ધારણગાંવ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન ધારણગાંવ સ્ટેશન પર 03:42 વાગ્યે પહોંચશે અને 03:44 વાગ્યે રવાના થશે.
તેવી જ રીતે, મહબૂબનગરથી ઉપડતી ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલને 25 માર્ચ, 2025 થી ધારણગાંવ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન ધારણગાંવ સ્ટેશન પર ૧૬:૪૨ વાગ્યે પહોંચશે અને ૧૬:૪૪ વાગ્યે રવાના થશે.
વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો