vande bharat

Sabarmati-Veraval Vande Bharat Exp: સાબરમતી અને વેરાવળ વચ્ચે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત

Sabarmati-Veraval Vande Bharat Exp: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે.

google news png

અમદાવાદ, 24 મે: Sabarmati-Veraval Vande Bharat Exp: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે.

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.

ઉદ્ઘાટન સેવા’

ટ્રેન નં. 09502 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 26 મે, 2025 ના રોજ વેરાવળથી 11.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે.

નિયમિત સેવા

ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 05.25 વાગ્યે થી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ – સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી વેરાવળ થી 14.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.

ટ્રેન નં. 26901 અને 26902 નું બુકિંગ 25 મે, 2025 થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો