Vadnagar station

Vadnagar station: પ્રધાનમંત્રી 16 જુલાઈ, 2021ના રોજ મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

Vadnagar station: સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

અમદાવાદ , ૧૪ જુલાઈ: Vadnagar station: ગાંધીનગર ખાતે 16 જુલાઇ, 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે એમાં મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણ તથા સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટ સામેલ છે

  1. મહેસાણા  વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણ (વડનગર સ્ટેશન સહિત)

મહેસાણા – વરેઠા ગેજના રૂપાંતરણ (55 કિમી)નું કામ રૂપિયા 293.14 કરોડના ખર્ચે સંપન્ન થયું છે અને સાથે જ રૂપિયા 74.66 કરોડના ખર્ચે તેના વિદ્યુતીકરણનું કામ કરવામાં આવ્યું છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂ. 367.80 કરોડ છે.

મહેસાણા –વરેઠા સેક્શનની મુખ્ય વિશેષતાઓ

  • તેમાં ચાર નવી વિકસાવવામાં આવેલી સ્ટેશનની ઇમારતો સહિત કુલ 10 સ્ટેશન છે
  • નવા સ્ટેશનોની ઇમારતો વીસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા ખાતે બાંધવામાં આવી છે
  • તેમાં 4 મોટા પુલ, 67 નાના પુલ અને 43 LHS/RUB છે
  • વિદ્યુતીકરણના કામ સાથે ગેજનું રૂપાંતરણ કરવાથી આ સેક્શન અમદાવાદ- દિલ્હી બ્રોડ ગેજ લાઇન સહિત મહેસાણા સાથે જોડાયો છે
Whatsapp Join Banner Guj

મહેસાણા – વરેઠા સેક્શનનું વિદ્યુતીકરણ

  • મહેસાણા –વરેઠા સેક્શન (55 કિમી)નું વિદ્યુતીકરણ કામ મિશન 100% રેલવે વિદ્યુતીકરણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યું છે
  • આનાથી સ્વચ્છ, હરિત, ઝડપી અને પર્યાવરણને અનુકૂળ રેલવે પરિવહન પ્રાપ્ત થશે જેના કારણે કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો આવશે.

આ પરિયોજનાના મુખ્ય લાભો

  • Vadnagar station: વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ સાથે જોડાણ
  • અમદાવાદ – જયપુર – દિલ્હી મુખ્ય લાઇન સાથે કનેક્ટિવિટી
  • આ વિસ્તારના લોકો માટે પરિવહનનું ઝડપી અને શ્રેષ્ઠ માધ્યમ.
  • અત્યાર સુધી વિખુટા રહેલા આ સેક્શનમાં સામાજિક-આર્થિક વેગ પકડાશે, આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ માટે મોટી તકોના દ્વાર ખુલશે.
  • આનાથી આર્થિક, પર્યટન અને કૃષિ વિકાસનો વેગ વધશે અને તેના  કારણે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.

આ સેક્શનમાં મોટું સ્ટેશન વડનગર છે જે ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામાં આવ્યો છે. નક્શીકામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે, પ્રવેશ અને નિર્ગમન માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવ્યા છે તેમજ આસપાસમાં સુંદર ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે. વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે અને દેશના અન્ય હિસ્સાઓને જોડતા આ સેક્શનમાંથી મુસાફર અને માલવાહન ટ્રેનો સળંગ દોડશે.

Vadnagar station

વડનગર રેલવે સ્ટેશને પૂરી પાડવામાં આવેલી સવલતો

  • 425 મીટર લંબાઇના બે મુસાફર પ્લેટફોર્મ.
  • બંને પેસેન્જર પ્લેટફોર્મને જોડતા ફુટ ઓવર બ્રીજ.
  • પરીઘીય વિસ્તાર સાથે સ્ટેશનની ઇમારત.
  • મુસાફરો માટે કાફે સાથે પ્રતિક્ષા ખંડ.
  • સામાન્ય અને મહિલા મુસાફરો માટે પ્રતિક્ષા ખંડ
  • પ્લેટફોર્મ નં. 1 પર 529.20 ચોરસ મીટરનો આખા પ્લેટફોર્મને ઢાંકી દેતો શેડ.
  • શૌચાલયની સુવિધાઓ.
  • પાણીના ફુવારા પૂરા પાડીને પાણીની વ્યવસ્થા.
  • બેસવાની વ્યવસ્થા.
  • દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને પાણીની વ્યવસ્થા.
  • બુકિંગ સુવિધાઓ.
  1. સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનનું વિદ્યુતીકરણ

ખૂબ જ મહત્વાકાંક્ષી એવા ભારતીય રેલવેના મિશન 100% વિદ્યુતીકરણને આગળ ધપાવીને સુરેન્દ્રનગર – પીપાવાવ વિદ્યુતીકરણ પરિયોજના પૂરી કરવામાં આવી છે. હાઇ રાઇઝ OHE સાથે સુરેન્દ્રનગર- પીપાવાવ વીજળીકૃત સેક્શન (264 આરકિમી)નું કામ ત્રણ વર્ષના વિક્રમી સમયમાં રૂ. 289.47 કરોડના ખર્ચે પૂરું કરવામાં આવ્યું છે અને ફેબ્રુઆરી 2021માં તેને કાર્યરત કરવામાં આવ્યો છે. ભારતીય રેલવેમાં શ્રેષ્ઠ રીતે પૂરી કરવામાં આવેલી પરિયોજનાઓમાં આની ગણના થાય છે.

આ પણ વાંચો…isha deol: ઇશા દેઓલ એક પ્રોજેક્ટ સાથે કરી રહી છે ડિજિટલ ડેબ્યુ

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બંદર કનેક્ટિવિટી રૂટ અને ફીડર રૂટ છે. આ રૂટ પીપાવાવ બંદરથી દેશના ઉત્તરીય ભાગોમાં ડબલ સ્ટેક કન્ટેઇનર સહિત ભારે માલસામાનનું વહન કરતી માલવાહક ટ્રેનોના સળંગ પરિવહનનો માર્ગ સ્થાપિત કરે છે. આ સેક્શન 7.57 મીટર ઊંચા કોન્ટેક્ટ વાયર સાથે પાલનપુર – બોટાદ હાઇ રાઇઝ OHEના હિસ્સાનું નિર્માણ કરે છે અને 10 જૂન 2020ના રોજ તેને કાર્યરત કરવામાં આવ્યો છે. તેણે દુનિયામાં સૌપ્રથમ હાઇ રાઇઝ પેન્થોગ્રાફ સાથે ડબલ સ્ટેક કન્ટેઇનર દોડાવી શકાય તેવા રૂટ તરીકેની વિશિષ્ટ ઓળખ મેળવી છે. આ ઉપરાંત, ધોળા – ભાવનગર અને રાજુલા – મહુવા સેક્શનના સંલગ્ન નાના પેચના પણ વિદ્યુતીકરણથી તમામ મેલ/એક્સપ્રેસ તેમજ મુસાફરો ટ્રેનોને વિદ્યુત ટ્રેક્શન પર લઇ જવામાં આવશે અને આ પ્રકારે અમદાવાદ, વડોદરા, મુંબઇ અને દેશના દક્ષિણી, ઉત્તરીય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશો સાથે ઝડપી અને સળંગ કનેક્ટિવિટી સ્થાપિત થશે.

આ પરિયોજનાના મુખ્ય લાભો

  • પાલનપુર, અમદાવાદ અને દેશના અન્ય ભાગોથી પીપાવાવ બંદર સુધી ટ્રેક્શનમાં ફેરફાર કર્યા વગર માલવાહક ટ્રેનોના આવનજાવન માટે રોકાયા વગરની સળંગ સુવિધા આપે છે.
  • ટ્રેનોના લોકો ચેન્જ ઓવર માટે તેને અટકાવવાનું ટળી જવાથી અમદાવાદ, વિરમગામ અને સુરેન્દ્રનગર યાર્ડમાં ભીડનું ભારણ ઘટશે.
  • ધોળા – ભાવનગર/સિહોર – પાલીતાણા અને રાજુલા- મહુવા સેક્શનના સંલગ્ન નાના પેચના વિદ્યુતીકરણથી તમામ મુસાફર/મેલ એક્સપ્રેસ ટ્રેનોને વિદ્યુત ટ્રેક્શન પર લઇ જવામાં આવશે અને આ પ્રકારે અમદાવાદ, વડોદરા, મુંબઇ, નવી દિલ્હી અને દેશના અન્ય ભાગો સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી સ્થાપિત થશે.
  • ટ્રેક્શનનું ઝડપી, સસ્તું અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ.
  • ખર્ચાળ ડીઝલ ઇંધણના બદલે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવાથી દર વર્ષે અંદાજે રૂ. 31.36 કરોડની જંગી બચત થશે.