isha deol

isha deol: ઇશા દેઓલ એક પ્રોજેક્ટ સાથે કરી રહી છે ડિજિટલ ડેબ્યુ

isha deol: ઇશાએ આ વાતની ઘોષણા સોશિયલ મીડિયા દ્વારા કરી છે. ઇશાએ ટ્વીટ કર્યું છે કે, રૃદ્ર મારી પહેલી સીરીઝ છે અને મને તેમાં અજય દેવગણ સાથે ફરી કામ કરવાની તક મળી છે

બોલિવુડ ડેસ્ક, 14 જુલાઇઃisha deol: ઇશા દેઓલ ફરી અભિનય ક્ષેત્રે આવી રહી છે. લાંબા સમય બાદ તે અજય દેવગણ સ્ટારર ક્રાઇમ-ડ્રામા સીરીઝ રૃદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ દ્વારા પોતાના ડિજિટલ ડેબ્યુ કરશે. 

ઇશાએ આ વાતની ઘોષણા સોશિયલ મીડિયા દ્વારા કરી છે. ઇશા(isha deol)એ ટ્વીટ કર્યું છે કે, રૃદ્ર મારી પહેલી સીરીઝ છે અને મને તેમાં અજય દેવગણ સાથે ફરી કામ કરવાની તક મળી છે. તેમની સાથે મેં યુવા, એલઓસી, કારગિલ, સંડે, કાલ ઔર ઇન્સાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

પોતાના ડિજિટલ ડેબ્યુ વિશે ઇશાએ જણાવ્યું હતું કે, એક અભિનેત્રી તરીકે  મારે એવા પ્રોજેક્ટ સાથે સંકળાવું છે જેનાથી મને કાંઇક નવું જાણવા મળે. હું આ સિીરીઝ સાથે જોડાઇને ખુશ છું. મારે એવા પ્રોજેક્ટ સાથે ફરી અભિનયની દુનિયામાં આવવું હતું જેમાં મને એકટર તરીકે કાંઇક નવું એક્સપ્લોર કરવાની તક મળે. લાંબા સમય પછી હું અજય દેવગણ સાથે કામ કરવા ઉત્સાહિત છું. 

અજય દેવગણ અને ઇશા દેઓલની આવનારી સીરીઝ રૃદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ બ્રિટિશ સાઇકોલોજીકર ક્રાઇમ ડ્રામા સીરીઝ લૂથરની હિંદી રિમેક છે. સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Anushka comeback: અનુષ્કા શર્મા આ ક્રિકેટરની બાયોપિકથી રૂપેરી પડદે પાછી ફરશે- વાંચો વિગત