eb2ed894 6263 4092 89c1 74fa36aaba46

Palitana: ભંગારના ગોડાઉને પહોંચેલા પાઠયપુસ્તકોમાં 80 ટકા ચાલુ અભ્યાસક્રમના, વાંચો- આ મામલે શું કહ્યું શાળાના આચાર્યએ?

Palitana: વર્ષ 14 થી 21 સુધીના 3 હજાર કિલો પુસ્તકોનો ગોટાળો, હાલના આચાર્ય ઉપરાંત જે-તે સમયના કેન્દ્રવર્તી સંચાલકોની પણ ક્ષતિ હોવાનું તારણ

અહેવાલ: અનિલ વનરાજ

ભાવનગર, 20 સપ્ટેમ્બરઃ Palitana: ભાવનગર જિલ્લાનાં પાલિતાણાની સરકારી શાળાના કોઇપણ જાતની પરમીશન કે પ્રક્રિયા વગર સરકારી પાઠયપુસ્તકો પસ્તીમાં વેચી દેવાની પેરવી ઉઘાડી પડતા તત્કાલ આચાર્યને સસ્પેન્શન અપાયું હતું અને તપાસ નિમાઇ હતી જેનો રિપોર્ટ આવતા આ ૩૦૦૦ કિલો જેટલા પુસ્તકોમાં મોટાભાગના ચાલુ અભ્યાસક્રમના હોવાનું જણાયું હતું. તો પુસ્તકોના આ વધારા પાછળ જે-તે સમયના કેન્દ્રવર્તી આચાર્યની પણ નિષ્કાળજી છતી થવા પામી હતી.

ભાવનગર જિલ્લાના પાલિતાણા(Palitana)ની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પુસ્તકો કોઇપણ જાતની પ્રક્રિયા વગર જ પસ્તીમાં વેચી નખાતા સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી હતી જે પુસ્તક પસ્તી ગણીને વેચી નાખવામાં આવ્યા છે તે ચારથી પાંચ વર્ષ જુના કોર્સના હોવાનો દાવો કરાયો હતો. જો કે, સરકારી પુસ્તકો કોઇપણ જાતની પૂર્વ મંજુરી વગર વેચતા અનેક સવાલો ઉઠયા હતાં. સમગ્ર મામલા માં સૌથી મોટો સવાલ એ હતો કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જ આવતા હોય છે.

આ પણ વાંચોઃ kangana filed a counter case: આખરે કોર્ટમાં હાજર થઇ કંગના, કાઉન્ટર કેસમાં જાવેદ અખ્તર પર લગાવ્યા હતા ગંભીર આરોપ
તો પછી આટલી મોટી માત્રામાં પુસ્તકો વધવા પાછળનું કારણ શું ? શું વિદ્યાર્થીઓને પુસ્તકોથી વંચિત રાખવામાં આવ્યા હશે ? જે અંગે આચાર્યએ તે સમયે આચાર્યએ આ જુના પુસ્તકો હોવાનું જણાવ્યું હતું. ધોરણ ૧ અને ૨ માં તો બદલાય ગયા છે અને અંગ્રેજીનું પુસ્તકો બે વર્ષ પહેલા બદલાયા, વિજ્ઞાાન અને ગણિત નવા આવી ગયા છે, સામાજિક વિજ્ઞાાન આ વર્ષે બદલાય ગયું હોવાનું કહેલ. પરંતુ જે કાંઇપણ હોય વહિવટી પ્રક્રિયા વગર પુસ્તકો વેચી શકાતા નથી. ત્યારે ઉક્ત બનાવને લઇ તત્કાલ આચાર્યને સસ્પેન્શન અપાયું હતું અને તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને વહિવટી તપાસ સોંપાઇ હતી.

જો કે, આટલા સમય બાદ તપાસનો અહેવાલ થતા મળી આવેલ ૩૦૦૦ કિલો પુસ્તકમાંથી મોટાભાગના એટલે ૮૦ ટકા જેટલા પુસ્તકો ચાલુ અભ્યાસક્રમના મળી આવ્યા છે તો વર્ષે થતી ડિમાન્ડ અને વિતરણ કાર્યમાં પણ ક્ષતિ જણાઇ છે. આવેલ સ્ટોક કોઇને કોઇ કારણોસર વિદ્યાર્થી સુધી પહોંચ્યો ન હતો અને જેની પાછળ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૫ સુધીના જે-તે સમયના આચાર્યોની લાપરવાહી પણ છતી થવા પામી છે. જ્યારે આ અહેવાલ વડી કચેરીને સુપ્રત કરાયો હોવાનું જણાયું છે.

Whatsapp Join Banner Guj