ambaji mandir lighting

Ambaji Bhadarvi poonam: શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ, યાત્રાળુઓને માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા કરાવાઈ

Ambaji Bhadarvi poonam: આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓને દર્શન કરી શકે એ માટે કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય સરકારે કરી સંપૂર્ણ વ્યવસ્થા – પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી
¤ જગત જનની માં જગદંબાના આશીર્વાદ રાજ્યના નાગરિકો પર અવિરતપણે રહે અને ગુજરાત સત્વરે કોરોના મુક્ત બને એ માટે કરી પ્રાર્થના 

અહેવાલઃ દિલીપ ગજજર

ગાંધીનગર, 20 સપ્ટેમ્બરઃ Ambaji Bhadarvi poonam: પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે, શકિત, ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજીમાં દ૨ વર્ષે ભાદ૨વા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ કરીને યાત્રાળુઓને બાધા/આખડી/માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલની જાળવણી સાથે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. જગત જનની માં જગદંબાના આશીર્વાદ રાજ્યના નાગરિકો પર અવિરતપણે રહે અને ગુજરાત સત્વરે કોરોના મુક્ત બને એ માટે મંત્રીએ પ્રાર્થના કરી છે.  આ પણ વાંચોઃ New CM of punjab: ચરણજીત સિંહ ચન્નીએ ગ્રહણ કર્યા CM પદના શપથ, પંજાબને મળ્યા પહેલા દલિત મુખ્યમંત્રી 
 
આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ(Ambaji Bhadarvi poonam) નિમિતે રાજ્ય સરકાર દ્વારા દર્શનાર્થીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી મીડિયાને આપતા મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં પધારે છે. લાખોની સંખ્યામાં માઈ ભકતો પદયાત્રા કરીને માના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં માને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે. જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે. હાલમાં વિશ્વભરમાં પ્રવર્તિ રહેલ કોરોનાની વૈશ્વીક મહામારી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શક સુચનાઓ બહાર પાડેલી છે. ભાદરવી પૂનમના સમયગાળામાં તા.૧૫/૯/૨૦૨૧થી તા.૨૦૯ ૨૦૨૧ સુધી કોવિડ ૧૯ની ગાઈડલાઈન તેમજ કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તે રીતે રાજ્ય સરકાર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, દર્શનાર્થી સાદગીથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાદરવી પૂનમના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સલામતિ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આરોગ્ય સમિતિ ઈમરજન્સી સારવાર સમિતિ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ , દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ અને ચકાસણી સમિતિ, અંબાજી તરફના પ્રવેશમાર્ગ પરના નિયંત્રણ અને પાર્કિંગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, રખડતા ઢોરોનું નિયંત્રણ, વીઆઈપી પ્રોટોકોલ અને લાઈઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ઈમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસની સમિતિ, વિખુટા પડેલ બાળકો માટે હેલ્પ સેન્ટર એમ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારૂ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર શકિતદ્વારથી બસ સ્ટેન્ડ સુધી યાત્રિકોની લાઈન વ્યવસ્થાની વચ્ચે કુલ–૧૧ જગ્યાઓએ પીવાના પાણી, લગેજ–પગરખાં કેન્દ્ર, શ્રીફળ સ્ટેન્ડ તથા ૨થ મુકવાની જગ્યા સહીત ના વોટરપ્રુફ ડોમની વ્યવસ્થા, વિના મૂલ્યે ભોજન, ચાચરચોકમાં વધારાના પ્રસાદ કાઉન્ટરો, અંબાજી આવતા માર્ગો પર અને અંબાજીમાં ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા, ચાચરચોકમાં તથા યાત્રાળુઓના માર્ગો પર પ્રાથમિક સારવાર કેન્દ્રો, અંબાજી મંદિર ૫૨ અદ્યતન ટેનોલોજી યુક્ત એલ.ઈ.ડી. વોલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ ઈન્ટેલીજન્ટ લાઈટીંગ વ્યવસ્થા, યાત્રિકોની સલામતી અને સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે અંબા તેમજ ગબ્બર ખાતે સી.સી.ટી.વી. કેમેરા, ડી.કે.સર્કલ થી મંદિર પરીસર સુધી LEDની વ્યવસ્થા, વધારાની એસ.ટી. બસો, પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત. જુદી-જુદી કુલ-૧૪ જગ્યાઓએ પાર્કિંગ વગેરે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
 
આ પણ વાંચોઃ CM Bhupendra Patel visits Delhi: ગુજરાતના CM દિલ્હીના પ્રવાસે, ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા, PM મોદીને પણ મળશે

  • દર્શનાર્થીઓ માટે તા.૧૫.૯,૨૦૨૧થી તા.૨૦.૯.૨૦૨૧ સુધી શકિતપીઠ અંબાજી મંદિરનો દર્શન(Ambaji Bhadarvi poonam)ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે મુજબ દર્શન સવારે ૬.૦૦ થી૧૧, ૩૦ ક્લાકે, બપોરે ૧૨.૩૦ થી ૫.૦૦ કલાકે તેમજ સાંજે ૭.૦૦ થી રાત્રિના ૧.૩૦ કલાક સુધી દર્શનની વ્યવસ્થા કરાઈ છે.
  • ભકતો ઘરે બેઠા જ ઓનલાઈન આરતી દર્શન કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તા. ૧૫-૯-૨૦૨૧ થી તા.૨૦-૯-૨૦૨૧ સુધી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ ટ્યુબ, ટ્વીટર તથા લાઈવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર લાઈવ દર્શનનો લાભ માઈભકતો લીધો છે.
     
    તેમણે ઉમેર્યું કે, વિશ્વકક્ષાની આધુનિક ઉચ્ચકક્ષાની ટેકનોલોજીથી અંબાજી(Ambaji Bhadarvi poonam)માં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. અદ્યતન ટેક્નોલોજી યુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરીને સુરક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કેમેરામાં હાઈ રીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો કલાઉડબેઝ સિસ્ટમ ઉ૫૨ રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો–વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને ક્યારેય પણ ડીલીટ કરી શકાતું નથી. આ કેમેરાના સોફટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુ૨ક્ષાયુકત ઉપક૨ણોનો ઉપયોગ કરવામાં આવેલ છે.સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ ક૨તા ઈસમો ઉ૫૨ બાઝ નજર રાખવામાં આવી રહી છે.
Whatsapp Join Banner Guj