msh1

Memorial flags at Ahmedabad division stations: અમદાવાદ મંડળ ના સ્ટેશનો પર સ્મારક ધ્વજ (મોન્યુમેન્ટલફ્લેગ )અને પેસેન્જર લિફ્ટનું ઉદ્દઘાટન

Memorial flags at Ahmedabad division stations: અમદાવાદ મંડળ પર હિંમતનગર, મહેસાણા અને પાલનપુર સ્ટેશનો પર સ્મારકધ્વજ (મોન્યુમેન્ટલફ્લેગ )અને પેસેન્જર લિફ્ટનું ઉદ્દઘાટન

અમદાવાદ, ૨૫ જાન્યુઆરીઃ Memorial flags at Ahmedabad division stations: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તા.25 જાન્યુઆરી 2022ના રોજ હિંમતનગર, મહેસાણા અને પાલનપુર સ્ટેશનો પર સ્મારક ધ્વજ (મોન્યુમેન્ટલ ફ્લેગ) અને પેસેન્જર લિફ્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

માનનીય સાંસદ દીપસિંહ એસ. રાઠોડ દ્વારા હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે અને માનનીય સાંસદ શારદા બેન પટેલ દ્વારા મહેસાણા સ્ટેશન ખાતે સ્મારક ધ્વજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

માનનીય સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા વિડીયો લીંકના માધ્યમથી પાલનપુર સ્ટેશન પર સ્મારક ધ્વજ તથા 3 પેસેન્જર લીફ્ટ જેની કિંમત રૂ 0.72 કરોડ. છે તેનું  ઉદ્દઘાટન  કરવામાં આવ્યું .

Advertisement
Memorial flags at Ahmedabad division stations

આ પ્રસંગે સાંસદ શારદા બેન પટેલ, સાંસદ દીપસિંહ એસ.રાઠોડ અને મંડળ  રેલ્વે પ્રબંધક તરૂણ જૈન, રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો અને રેલ્વે મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્મારક ધ્વજની સ્થાપના સાથે રેલ્વે સ્ટેશન અને શહેરોને ગર્વ થશે તથા આ  પ્રવાસીઓ અને નાગરિકોમાં અતૂટ વિશ્વાસ, દેશભક્તિની લાગણી તેમ જ આસ્થાનો પ્રતીક બનશે આ સ્મારક ધ્વજ ચોવીસ કલાક ફરકાવવામાં આવશે, જેના કારણે આસપાસના વિસ્તાર અને રેલ્વે સંકુલની સુંદરતામાં પણ વધારો  થશે.

આ પણ વાંચો…Republic Day 2022: આવતીકાલે આ શહેરમા ઉજવાશે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ, થઇ ગઇ છે તૈયારીઓ

Advertisement
Gujarati banner 01