Seasonal diseases cases in children

Seasonal diseases cases in children: સિવિલના બાળ વિભાગમાં તાવ-શરદી-ખાંસીના બાળદર્દીઓ દાખલ, બાળકોના માતા-પિતાને ત્રીજી લહેરનો ભય

Seasonal diseases cases in children: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં છેલ્લાં ૧૨ દિવસમાં ૧૪૭૦ બાળકો સારવાર માટે આવ્યા

અમદાવાદ, 14 ઓગષ્ટઃ Seasonal diseases cases in children: ગુજરાતમાં કોરોનાની બીજ લહેર હજુ માંડ મંદ પડી છે ત્યાં રાજ્યભરમાં બાળકોમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. છેલ્લાં દસેક દિવસથી બાળકોમાં તાવ, શરદી, ખાંસી, ઝાટા-ઉલ્ટી સહિતના રોગોનું પ્રમામ વધ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં છેલ્લાં ૧૨ દિવસમાં ૧૪૭૦ બાળકો સારવાર માટે આવ્યા છે.

આ ઉપરાંત ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોની ઓ.પી.ડી. પણ બાળદર્દીઓ(Seasonal diseases cases in children)થી ભરચક છે. કોરોનાની ત્રીજી લહેર બાળકો પર સૌથી વધુ અસર કરવાની હોવાથી માતા-પિતા આ પરિસ્થિતિને ત્રીજી લહેરની શરૃઆત સાથે સાંકળી રહ્યા છે. જો કે નિષ્ણાત તબીબોનું કહેવું છે કે આ સમયગાળો ભેજવાળા હવામાનનો હોવાથી બાળકોમાં ફ્લુને લગતી બીમારીઓ હોય તે સામાન્ય પરિસ્થિતિ છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં ફક્ત ૧૨ દિવસમાં જ ૧૪૭૦ બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા જે પૈકી ૪૭૫ બાળકો(Seasonal diseases cases in children)ને દાખલ કરવાની ફરજ પડી છે. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.

બીજી તરફ ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોની ઓ.પી.ડી.માં એક તબીબ દિવસના ચાલીસથી પચાસ બાળકોને તપાસી રહ્યા છે અને આ હોસ્પિટલોમાં કન્સલટેશન માટે પણ લાંબું વેઇટિંગ છે. અહીં આવતા બાળકોને ફ્લુ, ઝાડાઉલ્ટીની સમસ્યા સાથે આવતા તમામ બાળકોને શરદી-ખાંસની સમસ્યા હોય જ છે. ઘણાં કિસ્સાઓમાં બાળકોને પંદર-વીસ દિવસ સુધી ખાંસીની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Lord shri ramlalla: લગભગ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ લલ્લા 21 કિલો ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા, જુઓ વિડિયો અને કરો રામજીના દર્શન

અમદાવાદ મેડિલક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પીડિયાટ્રિશિયન ડૉ. મોના દેસાઇનું કહેવું છે કે માર્ચ મહિનાથી લઇ વરસાદની મોસમ પૂર્ણ થાય એટલે કે સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વાયરલ સિઝન તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં ઇન્ફ્લુએન્ઝા સહિતના વિવિધ વાયરલ રોગોનું પ્રમાણ વધે છે અને બાળકો પર આ હવામાનની વધુ  અસર થાય છે.

રેસ્પિરેટરી સિસ્ટમને લગતા રોગ એટલે કે શરદી અને ઉધરસ સહિતના શ્વસનતંત્ર સાથે સંકળાયેલા રોગ બાળકોમાં વધે છે. ભેજવાળા હવામાનના કારણે દર વર્ષે આ સમયે આવી પરિસ્થિતિ સર્જા છે, જેને કોવિડની ત્રીજી લહેર સાથે સાંકળી શકાય તેમ નથી. તેથી આ બાળકોના કોવિડને લગતા કોઇ ટેસ્ટની જરૃર નથી.

બાળકોના માતા-પિતાએ કઇ તકેદારી રાખવી ?

  • બાળકોને ઠંડાપીણા, ચોકલેટ આઇસ્ક્રીમ ન આપવા
  • બાળકોને ભેજવાળા વાતારણ અને ચિલ્ડ એ.સી.થી દૂર રાખવા
  • બાળકો બહાર નીકળે તો માસ્ક પહેરાવવું
  • બાળકોને ફ્લુના દર્દીઓના સંપર્કથી દૂર રાખવા

બાળકોના કોવિડ વેક્સિનેશન

હાલ ગુજરાત સહિત દેશભરમાં ૧૮થી વધુની વયના લોકોને કોવિડ વેક્સિન અપાઇ રહી છે, પરંતુ ૧૮થી નીચેની વયના બાળકોના રસીકરણ અંગે કોઇ નક્કર આયોજન જાહેર કરાયું નથી. સરકારના મંત્રીઓ અને અધિકારીઓ જુલાઇમાં એવું નિવેદન આપી ચૂક્યા છે કે ઓગસ્ટ મહિનામાં બાળકોનું વેક્સિનેશન પણ શરૃ કરાશે, પરંતુ ઓગસ્ટ મહિનાના બે અઠવાડિયા વીતવા છતાં કોઇ નક્કર આયોજન સામે આવ્યું નથી. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર બાળકો પર સૌથી વધુ અસર કરશે તેવી આગાહીના કારણે બાળકોના માતા-પિતાઓમાં ચિંતા પ્રસરી છે.

આ પણ વાંચોઃ Manish maheshwari: ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ માહેશ્વરીની ભારતમાંથી વિદાય, હવે આ દેશમાં કામગીરી સંભાળશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj