12 year old daughter suicide

12 year old daughter suicide: કારેલી ગામમાં માતા ખરીદી કરવા સાથે ન લઇ જતાં 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઇ, જીવન ટૂંકાવ્યું

12 year old daughter suicide: માતા બજારમાં ગઈ તે સમય ગાળા દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ નાની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી

ઓલપાટ, 14 ઓગષ્ટઃ 12 year old daughter suicide: ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમની એક રેસીડેન્સીમાં રહેતી એક 12 વર્ષની સગીર માસુમ બાળકીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

મીડિયા રિપોર્ટ દ્વારા મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના ફતેહપુર જિલ્લાની વતની મહાવિર્યા તે રામસેવક પંચા નિશાદની વિધવા(ઉ.વ.35) હાલ ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં સુગર રોડ પર આવેલ સિધ્ધી રેસીડન્સીના મકાન નં.11 માં રહે છે. આ વિધવા પલ્ટી મશીન ચલાવવાનું કામ કરી બે સગીર દિકરી પૈકી અર્પિતા અને અંકિતાનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચોઃ Seasonal diseases cases in children: સિવિલના બાળ વિભાગમાં તાવ-શરદી-ખાંસીના બાળદર્દીઓ દાખલ, બાળકોના માતા-પિતાને ત્રીજી લહેરનો ભય

ગત ગુરૂવાર, તા.12 ના રોજ સાંજે 5.30 કલાકના સુમારે માતા મહાવિર્યા બજારમાં ખરીદી કરવા તથા દવા લેવા જતી હતી. તે દરમિયાન બંન્ને દીકરીઓએ સાથે જવા માટે જીદ કરી હતી. પરંતુ માતા નાની દિકરી અર્પિતાને જ સાથે લઇ ગઈ હતી, જેથી તે સમયે અંકિતા રામસેવક પંચા નિશાદ(ઉ.વ.12)એ માતા ઉપર રોષ ઠાલાવ્યો હતો કે તું મને કેમ નહિં લઇ ગઇ? તેમ જણાવી મન દુઃખ લાગી આવ્યું હતું.

માતા બજારમાં ગઈ તે સમય ગાળા દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ નાની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી. આ મામલાની જાણ માતાને બજારમાંથી પરત આવી ત્યારે થઈ હતી, જેથી તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.

આ પણ વાંચોઃ Manish maheshwari: ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ માહેશ્વરીની ભારતમાંથી વિદાય, હવે આ દેશમાં કામગીરી સંભાળશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj