Lord shri ramlalla: લગભગ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ લલ્લા 21 કિલો ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા, જુઓ વિડિયો અને કરો રામજીના દર્શન

Lord shri ramlalla: અગાઉ રામ લલ્લાને લાકડાનાં ઝુલામાં ઝૂલાવવા આવતા હતાં. રામ મંદિર નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ચાંદીનો ઝૂલો લાવવામાં આવ્યો છે. રક્ષાબંધનના તહેવાર સુધી ભગવાન શ્રી રામ આ ઝૂલામાં ઝૂલતા જોવા મળશે

ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃ Lord shri ramlalla: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. બીજી બાજુ, રામ જન્મભૂમિ સંકુલના કામચલાઉ મંદિરમાં બિરાજમાન રામ લલ્લા, અનેક વર્ષ (લગભગ 500 વર્ષ પછી) ગઇ કાલે (13 ઓગસ્ટ) ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા. શ્રાવણ મહિનામાં ઝુલા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે 500 વર્ષ પછી પ્રથમ વખત રામલલાનો ચાંદીના ઝૂલામાં સવારીનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વીડિયો ટ્વિટ કર્યો અને લખ્યું કે ભગવાન શ્રી રામ લલ્લા સરકાર સદીઓ પછી ચાંદીના ઝૂલા પર સવાર છે. શ્રાવણ પંચમીના શુભ દિવસે, જન્મભૂમિ સ્થિત અસ્થાયી મંદિર સંકુલમાં ઝુલા પર ચાર ભાઈઓ સાથે ઝૂલતા શ્રી રામલલા સરકાર ઝુલોનોત્સવનો આનંદ  માણી રહ્યા છે!

એ નોંધવું જોઇએ કે અગાઉ રામ લલ્લાને લાકડાનાં ઝુલામાં ઝૂલાવવા આવતા હતાં. રામ મંદિર નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ચાંદીનો ઝૂલો લાવવામાં આવ્યો છે. રક્ષાબંધનના તહેવાર સુધી ભગવાન શ્રી રામ આ ઝૂલામાં ઝૂલતા જોવા મળશે. આ ઝુલો 21 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ kareena reacted: આખરે ચૂપી તોડી, બીજા દીકરાના નામ પર વિવાદ થતાં કરીનાએ પહેલી વાર પ્રતિક્રિયા આપી, જાણો શું કહ્યું?

આ ઝુલાની દરેક વસ્તુ ચાંદીની બનેલી છે. ઝુલાની દોરી પણ ચાંદીની બનેલી છે. આ ઝુલા ઉત્સવ પૂર્ણિમાના દિવસ સુધી ચાલુ રહેશે.

Whatsapp Join Banner Guj