Manish maheshwari

Manish maheshwari: ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ માહેશ્વરીની ભારતમાંથી વિદાય, હવે આ દેશમાં કામગીરી સંભાળશે- વાંચો વિગત

Manish maheshwari: મનીષ માહેશ્વરી એપ્રિલ 2019માં નેટવર્ક ઇન્ડિયા છોડીને ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયા હતા. હવે તે કંપની માટે અમેરિકામાં કામ કરશે. તેમનો ત્યાં હોદ્દો રેવન્યુ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સમાં સીનિયર ડાયરેક્ટરનો હશે

બિઝનેસ ડેસ્ક, 14 ઓગષ્ટઃ Manish maheshwari: ટ્વિટર ઇન્ડિયાના હેડ મનીષ માહેશ્વરીએ ભારતમાંથી વિદાય લીધી છે. હવે તે માઇક્રોબ્લોગિંગ સાઇટ માટે અમેરિકામાં કામગીરી સંભાળશે. માહેશ્વરી ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પદે બે વર્ષ રહ્યા હતા. તે 2019માં ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયા હતા. 

મનીષ માહેશ્વરી(Manish maheshwari) એપ્રિલ 2019માં નેટવર્ક ઇન્ડિયા છોડીને ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયા હતા. હવે તે કંપની માટે અમેરિકામાં કામ કરશે. તેમનો ત્યાં હોદ્દો રેવન્યુ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સમાં સીનિયર ડાયરેક્ટરનો હશે. 

આ પણ વાંચોઃ Landslide in turkey: તૂર્કિની વિવિધ નદીઓ અને પહાડી પ્રદેશોમાં ભેખડો ધસી પડતા અત્યાર સુધી 27 લોકોના મોત

ટ્વિટરના જેપીએસી વાઇસ પ્રેસિડેન્ટ યુ સાને ટ્વિટર પર માહેશ્વરીનું નવી ભૂમિકામાં સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે બે વર્ષ કરતાં વધારે સમયથી ટ્વિટર ઇન્ડિયાની લીડરશિપ સંભાળવા બદલ ધન્યવાદ.

હવે માહેશ્વરી અમેરિકામાં રેવન્યુ સ્ટ્રેટેજી અને સમગ્ર વિશ્વમાં માર્કેટ ઓપરેશન હેડ તરીકે કામગીરી સંભાળશે. ઉલ્લેખનીય છે કે માહેશ્વરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં પણ રહ્યા છે. તેમણે ટ્વિટર પર ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર લખી રાખ્યું છે, પરંતુ વાસ્તવમાં તે ટ્વિટર અમેરિકાને સપોર્ટ કરે છે.

તેમણે પહેલા તેમના ટ્વિટર હેન્ડલ પર મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયા લખ્યું હતું, પરંતુ હવે તેમણે પોતાની ટ્વિટર બાયો બદલી છે. તેમણે ટ્વિટર પર બિઝનેસ એટ ટ્વિટર ઇન્ડિયા લખ્યું છે. તેમણે પોતાના બાયોમાં એમ પણ લખ્યું હતું કે તે કન્ટેન્ટ ઇનચાર્જ નથી, કેમકે કન્ટેન્ટ ટ્વિટર ઇન્ક મેનેજ કરે છે. ટ્વિટર ઇન્ક એટલે કે ટ્વિટર અમેરિકા. પોતાના બાયોમાં તેમણે ફરિયાદ નિવારણ અિધકારી વિનય પ્રકાશનું ઇ-મેઇલ આઈડી આપ્યું છે.

આ પણ વાંચોઃ Lord shri ramlalla: લગભગ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ લલ્લા 21 કિલો ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા, જુઓ વિડિયો અને કરો રામજીના દર્શન

Whatsapp Join Banner Guj