36th IATO Annual Convention

36th IATO Annual Convention: ઈન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઓપરેટર્સ (IATO) દ્વારા 36માં વાર્ષિક સંમેલનનું આયોજન

36th IATO Annual Convention: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વાર્ષિક સંમેલનનું ઉદ્દઘાટન 16 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે કરવામાં આવશે

ગાંધીનગર, 15 ડિસેમ્બરઃ 36th IATO Annual Convention: ઈન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઓપરેટર્સ (IATO) દ્વારા 36 મા વાર્ષિક સંમેલનનું આયોજન તારીખ 16 થી 19 ડિસેમ્બર સુધી ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું છે. વૈશ્વિક કોરોના મહામારી પછી દેશભરમાં પ્રવાસનની ગતિને વેગ આપવાના હેતુથી આ વખતે ‘બ્રાન્ડ ઈન્ડિયા-ધી રોડ ટુ રીકવરી’ થીમ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વાર્ષિક સંમેલનનું ઉદ્દઘાટન 16 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે કરવામાં આવશે.

વાર્ષિક સંમેલન(36th IATO Annual Convention)ના ઉદ્દઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ભારત સરકારના પ્રવાસન સચિવ અરવિંદ સિંઘ, ગુજરાતના પ્રવાસન સચિવ હરિત શુકલા, ગજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવાન પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંજે 6 કલાકે ઈન્ડિયા ટુરિઝમ ફેર/માર્ટનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવશે.

ઈન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઓપરેટર્સ (IATO) દ્વારા ૩૬ મા વાર્ષિક સંમેલનમાં ‘IATO રન ફોર રીસ્પોન્સિબલ ટુરિઝમ’, ‘બ્રાન્ડ ઇન્ડિયા ધ રોડ ટુ રીકવરી ફોર રીવાઈવલ’, ‘સ્ટેટ ટુરિઝમ પ્રેઝન્ટેશન’, ‘હોટેલ્સ ઈન ધ ન્યૂ નોર્મલ’, ‘કનેક્ટિવીટી ન્યૂ ફ્રન્ટીઅર્સ, એસ.ઈ.આઈ.એસ ન્યૂ પોલિસી અંડર એફ.ટી.પી 2021-2026’, ‘રીસ્પોન્સિબલ ટુરિઝમ’, ‘ઓટોમેશન એન્ડ ડિજીટલ માર્કેટિંગ’, ‘પ્રિપેર્ડનેસ અંડર ન્યૂ નોર્મલ’, ‘દેખો અપના દેશ’, ‘મોટીવેશનલ સેશન’ સહિત વિવિધ સેશનનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ NCC cadets will represent Gujarat: દિલ્હી Republic Day Campમાં ગુજરાત નિર્દેશાલયના ૫૭ NCC કેડેટ્સ પ્રતિનિધિત્વ કરશે

દરરોજ રાત્રે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે 18 ડિસેમ્બરના રોજ એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે આયોજિત આ વાર્ષિક સંમેલનમાં દેશના વિવિધ હિસ્સાઓમાંથી ટુર ઓપરેટર્સ ભાગ લઈને પ્રવાસનના વિકાસ માટે ચર્ચા કરશે. આ ટુર ઓપરેટર્સ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. તમામ ટુર ઓપરેટર્સ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને જાણશે માણશે, તેનો અનુભવ કરશે.

ગાંધીનગર ખાતે યોજાનારા આ વાર્ષિક સંમેલનમાં ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિકારીઓ, વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગના અધિકારીઓ, દેશ ભરના ટુર ઓપરેટર્સ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Whatsapp Join Banner Guj