NCC Cadet performance

NCC cadets will represent Gujarat: દિલ્હી Republic Day Campમાં ગુજરાત નિર્દેશાલયના ૫૭ NCC કેડેટ્સ પ્રતિનિધિત્વ કરશે

NCC cadets will represent Gujarat: કોરોના કાળમાં ગુજરાત NCC કેડેટ્સે #EkMaiSauKeLiye પહેલ હેઠળ અનેક જનઉપયોગી કાર્ય કર્યા :-મેજર જનરલ અરવિંદ કપૂર (ADG,NCC)

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 15 નવેમ્બરઃ NCC cadets will represent Gujarat: દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હી ખાતે Republic Day પરેડનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દેશની ૧૭ NCC ડાયરેક્ટરેટમાંથી વિવિધ કેડેટ્સ ભાગ લઇને દિલ્હીના રાજપથ ખાતે પરેડ અને પ્રદર્શન કરે છે.

વર્ષ ૨૦૨૨ માં આ પરેડ માટે ગુજરાત ડાયરેક્ટરેટના ૫૭ કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે. આ કેડેટ્સના જુસ્સાને બિરદાવવા આજે અમદાવાદના લો-ગાર્ડન ખાતેના એન.સી.સી. હેડક્વાટર્સમાં ગુજરાત એન.સી.સી.ના ADG મેજર જનરલ અરવિંદ કપુરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.


આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત એન.સી.સી. ના વિવિધ કેડ઼ેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, નૃત્ય, નાટ્ય, લોકનૃત્ય દ્વારા RDC(Republic Day Camp) ની તૈયારીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

આ સમયે મેજર જનરલ અરવિંદ કપૂરે એન.સી.સી. કેડેટ્સના જુસ્સાને બિરદાવતા કહ્યું કે, કોરોના કાળમાં ગુજરાત એન.સી.સી. કેડેટ્સની #EkMaiSauKeLiye પહેલ હેઠળ અનેક જનઉપયોગી કાર્ય કરવામાં આવ્યા છે. દેશની ૧૭ એન.સી.સી. ડાયરેક્ટરેટમાંથી એકલું ગુજરાત એન.સી.સી. ના ૧૨,૫૦૦૦ ટ્વીટર ફોલોવર્સ સાથે અન્ય ડાયરેક્ટરેટની સરખામણી મોખરે રહ્યું છે.


એન.સી.સી. કેડેટ્સના સહિયારા પ્રયાસોથી કોરોનાકાળમાં અનેકવિધ જનજાગૃતિ અને લોકક્લ્યાણના કાર્યો સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા હતા.

ગુજરાત એન.સી.સી. દેશની અન્ય રાજ્યોની સાપેક્ષે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે. Republic Day પરેડમાં પણ આપણા કેડેટ્સ પોતાની આગવી પ્રતિભા અને શ્રેષ્ઠ પ્રદર્શન થકી રાજ્યનું ગૌરવ વધારશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કા્યક્રમમાં મેજર જનરલ અરવિંદ કપૂરે ઉપસ્થિત એન.સી.સી.ના અધિકારીઓ. જી.સી.આઇ.ઓ, એ.એન.ઓ. સ્ટાફ, એન.સી.સી.ના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં એન.સી.સી. કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Omicron Virus case In gujarat: ગુજરાતમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો, દેશમાં કુલ 41 કેસ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj