Indigo

8 new flights started from Amdavad: અમદાવાદથી 8 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી

8 new flights started from Amdavad: અમદાવાદથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગ્લોર સહિત 8 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી

8 new flights started from Amdavad: એરલાઈન્સે 23 ઓક્ટોબરથી 23 માર્ચ સુધીના 6 મહિના માટે શિયાળુ સમયપત્રક જાહેર કર્યું છે.

અમદાવાદ , 01 નવેમ્બર: 8 new flights started from Amdavad: શિયાળાના સમયપત્રકમાં અમદાવાદ એરપોર્ટ પરથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની 8 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. એરલાઈન્સે 23 ઓક્ટોબરથી 23 માર્ચ સુધીના 6 મહિના માટે શિયાળુ સમયપત્રક જાહેર કર્યું છે.  આ ઉપરાંત એક ફ્લાઈટ બંધ કરવામાં આવી છે જ્યારે બે આંતરરાષ્ટ્રીય રૂટમાં ફ્રિકવન્સી વધારવામાં આવી છે.

ઘણી ફ્લાઇટના સમયમાં 10થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ડિગોની 4, સ્પાઈસ જેટની 2, ગો ફર્સ્ટ અને સ્ટાર એરની 1-1, સ્થાનિક ક્ષેત્રની 8 ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. સ્પાઈસ જેટે સોમવારથી અમદાવાદથી દેહરાદૂનની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. આમ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુવિધા તેના કારણે વધશે. 

આ પણ વાંચો: AAP candle March: ‘આપ’ દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજીને મોરબીના બ્રિજ તૂટવાની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

આગામી ચાર વર્ષમાં એરપોર્ટ ઓપરેટરે રૂ. 11,107.4 કરોડની કુલ બહુ-વર્ષીય ટેરિફ દરખાસ્ત સબમિટ કરી છે, જેમાં અન્ય નવીનીકરણ, વિસ્તરણ સહીતના કામોનો સમાવેશ કરાયો છે.

મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે એ હેસુતર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને આવનાર ચાર વર્ષમાં એટલે કે, 2026 સુધીમાં ડેવલપ કરાશે. જેમાં ઉપરના ભાગે ડીપાર્ચર અને નીચેના ભાગે એરાઈવલ એમ નવું ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ મળશે. 

Gujarati banner 01