LPG cylinder image

LPG cylinder price down: LPG સિલિન્ડર 115 રૂપિયા થયું સસ્તું, જાણો દિલ્હી સિવાય અન્ય મેટ્રો સિટીમાં નવા ભાવ

LPG cylinder price down: દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1 નવેમ્બરથી 115.5 રૂપિયા ઘટી ગઈ છે. ત્યારે કોલકાતામાં 113 રૂપિયા, મુંબઈમાં 115.5 રૂપિયા અને ચેન્નાઈમાં 116.5 રૂપિયાનો ઘટાડો થયો છે.

અમદાવાદ , 01 નવેમ્બર: LPG cylinder price down: દિવાળી બાદ મોંઘવારીમાંથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આજે એટલે કે, 1 નવેમ્બરથી LPG ગેસ સિલિન્ડર 115 રૂપિયા સસ્તું થયું છે.

જો કે, દેશભરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડરોની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 જુલાઈના રોજ થયો હતો.

IOCL અનુસાર, દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1 નવેમ્બરથી 115.5 રૂપિયા ઘટી ગઈ છે. ત્યારે કોલકાતામાં 113 રૂપિયા, મુંબઈમાં 115.5 રૂપિયા અને ચેન્નાઈમાં 116.5 રૂપિયાનો ઘટાડો થયો છે. આ પહેલા 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂની કિંમતે જ મળશે.

દેશના ચાર મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ

ઈન્ડેનનું 19 કિલોનું સિલિન્ડર હવે દિલ્હીમાં 1859.5 રૂપિયાને બદલે 1744 રૂપિયામાં મળશે.
કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર 1846 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 1995.50 રૂપિયા હતી.
મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર હવે 1844 રૂપિયાના બદલે 1696 રૂપિયામાં મળશે.
LPG સિલિન્ડર હવે ચેન્નાઈમાં 1893 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 2009.50 રૂપિયા હતી.

દર મહિને એક તારીખે કિંમત નક્કી કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે દેશની ગેસ કંપનીઓ દર મહિનાની એક તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કોમર્શિયલ એલપીજી ગેસનો ઉપયોગ મોટાભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનોમાં થાય છે. નોંધનીય છે કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સતત છ મહિનાથી ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:- 8 new flights started from Amdavad: અમદાવાદથી 8 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી

Gujarati banner 01