Isudan Gadhvi

AAP free electricity movement: આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી ની માંગને જોરો-શોરો થી વધારી: ઈસુદાન ગઢવી

  • આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં અત્યાર સુધીમાં લાખો લોકો જોડાયા છેઃ ઇસુદાન ગઢવી

AAP free electricity movement: આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ગુજરાતમાં ઘરે ઘરે પહોંચ્યું છેઃ ઇસુદાન ગઢવી

અમદાવાદ, ૦૨ જુલાઈ: AAP free electricity movement: આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સતત આગળ વધી રહ્યું છે અને આ ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતની જનતાની ભાગીદારી વધી રહી છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલીભગતને કારણે ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી ખરીદવી પડે છે. ભાજપનો આ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં જોડાઈ રહી છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં દરેક શહેર થી હજારો-લાખો લોકો જોડાયા.

આમ આદમી પાર્ટીની સર્વપ્રથમ પ્રાથમિકતા જનતા ના અધિકારો છે. જેના માટે આમ આદમી પાર્ટી હંમેશા સક્રિય રહેશે. ફ્રી વીજળી જનતાનો અધિકાર છે તે વાત હવે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન દ્વારા સમજી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા 7 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં દિલ્હીની જનતાને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટી ની સરકાર આજથી પંજાબના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવા જઈ રહી છે.

આ પણ વાંચો: Bhupendra patel got details of the rain situation in borsad taluka: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

બીજી તરફ 27 વર્ષ સુધી ભાજપ સરકાર એ શાસન કર્યા બાદ પણ ગુજરાતની જનતાને દેશમાં સૌથી મોંઘી વીજળી આપવામાં આવી રહી છે. દિલ્હી અને પંજાબ માં મફત વીજળી આપી શકાતી હોય તો ગુજરાતની ટેક્સ ભરતી જનતાને વીજળી ફ્રી કેમ નહીં? 27 વર્ષમાં ભાજપે ગુજરાતની જનતાને સુવિધાના નામે જનતાની આંખમાં ધૂળ ઝોંકી છે.

આમ આદમી પાર્ટીનું માનવું છે કે જો દેશમાં ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને મફત વીજળી આપી શકાતી હોય તો જનતાને પણ મફત વીજળી મળવી જોઈએ. તેવી જ રીતે ગુજરાતમાં પણ સારું શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોવું જોઈએ. અમે લોકોને ખાતરી આપી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ ગુજરાતની જનતાને મફત વીજળી, સારું શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે.

Gujarati banner 01