Amdavad Smart School

Amdavad Smart School: અમદાવાદમાં રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 30 સ્માર્ટ શાળાઓનું અમિત શાહે કર્યું ઇ-ઉદઘાટન

Amdavad Smart School: આ શાળાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવી શિક્ષણ નીતિ 2020ના વિઝન પર આધારિત છે

આ 30 સ્માર્ટ સ્કૂલો 10 હજારથી વધુ બાળકોને સીધી નવી શિક્ષણ નીતિનો લાભ આપશે, તેમના જીવનમાં શિક્ષણનો દીપ ફેલાવશે

google news png

અમદાવાદ, ૨૧ જૂન: Amdavad Smart School: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં અમદાવાદમાં 30 સ્માર્ટ શાળાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ (એનઇપી) 2020 હેઠળ રૂ. 36 કરોડનાં ખર્ચે 30 સ્માર્ટ શાળાઓ વિકસાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમાંથી 9 સ્માર્ટ સ્કૂલો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં, 10 વેજલપુર વિધાનસભા મત વિસ્તારમાં, 4 નારણપુરાની અને 7 સ્માર્ટ સ્કૂલો સાબરમતીમાં છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શાહે ઉમેર્યું હતું કે, આ 30 સ્માર્ટ શાળાઓનાં ઉદઘાટન સાથે 10 હજારથી વધારે બાળકોને એનઇપીનો સીધો લાભ મળશે તથા તેમનાં જીવનમાં જ્ઞાન અને શિક્ષણનો દીપ પ્રસરશે.

Amdavad Smart School

શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારની કુલ 69 શાળાઓમાંથી 59 શાળાઓ સ્માર્ટ સ્કૂલ બની છે અને બાકીની શાળાઓને ટૂંક સમયમાં અપગ્રેડ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્માર્ટ શાળાઓનાં અભ્યાસક્રમમાં કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક તાલીમ, ડિજિટલ સશક્તિકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મેથેમેટિક્સ, સાયન્સ લેબોરેટરીઝ, ફ્યુચર ક્લાસરૂમ, થ્રી-ડી એજ્યુકેશનલ ચાર્ટ્સ, થ્રી-ડી પેઇન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિના અન્ય ઘણા પાસાઓની પ્રેક્ટિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Central Bureau of Communications: કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ડુમસની પી. આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલય ખાતે યોગ દિવસ ઉજવાયો

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે તેઓ 2024ની લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત ગૃહમંત્રી અને ગાંધીનગરના નવા સાંસદ તરીકે ગુજરાત આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, અહીંની મુલાકાત દરમિયાન સમાજનાં નીચલા અને ગરીબ વર્ગનાં બાળકોનાં કલ્યાણ માટે તેમનો પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

શાહે જણાવ્યું હતું. કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં લોકોનાં સાંસદ તરીકે સાથસહકાર આપવા બદલ તેઓ હંમેશા ઋણી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ સુધી તેઓ ગાંધીનગરને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસની ખાતરી આપતું સૌથી વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવા માટે કટિબદ્ધ રહેશે.

Amdavad Smart School

અમિત શાહે યાદ કર્યું હતું કે, 10 વર્ષ અગાઉ વર્ષ 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને દુનિયાના લગભગ 170 દેશોએ સમર્થન આપ્યું અને છેલ્લા 10 વર્ષથી, દર વર્ષે 21 જૂને આખું વિશ્વ યોગની ઉજવણી કરે છે, જે આપણા ઋષિ-સંતોની ભેટ છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાનાં લાખો લોકોએ યોગને પોતાની જીવનશૈલીનો હિસ્સો બનાવ્યો છે.

Amdavad Smart School

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણા ઋષિમુનિઓએ યોગ દ્વારા ધ્યાન, આસન અને પ્રાણાયામની મૂર્ત પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિના શરીર, મન અને આત્માનું ઈશ્વર સાથે જોડાણ સ્થાપિત કરવાનો વૈજ્ઞાનિક માર્ગ બતાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા મનની અંદર અપાર શક્તિઓના મહાસાગરમાં ડૂબકી લગાવવાનું એકમાત્ર માધ્યમ યોગ છે. શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અને તેની શક્તિઓનો સમગ્ર વિશ્વમાં પ્રચાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર પૃથ્વી પર 21 જૂને જ્યાં પણ સૂર્યનો ઉદય થાય છે, ત્યાં રહેતા લોકો યોગ દ્વારા પોતાના મન, શરીર અને આત્માને જોડવાનું કામ શરૂ કરે છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે તેમણે યોગનાં માધ્યમથી સમગ્ર વિશ્વનાં કલ્યાણનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે પણ યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કર્યા છે અને અનેક કાર્યો કર્યા છે જેમ કે, બોર્ડની રચના કરવી, શૈક્ષણિક અભ્યાસક્રમમાં સ્થાન આપવું વગેરે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો