BJP 1

BJP Win gujarat assembly election 2022: ભાજપ 1962 પછી ક્યારેય ચૂંટણી જીતી શક્યું નહોતું તેવી બેઠકો જીતી, આવો જાણીએ….

BJP Win gujarat assembly election 2022: આ બેઠકો પર ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો, આવો જાણીએ કઈ બેઠકો પર ભાજપે આ વખતે મોરચો વાળી લીધો

ગાંધીનગર, 08 ડીસેમ્બર: BJP Win gujarat assembly election 2022: ભાજપે આ વખતે ઝઘડીયા સહીતના ચાર અભેદ કિલ્લાઓ તોડ્યા છે તેમાં પણ છોટુ વસાવાની પણ હાર થઈ છે. જેઓ સતત જીતતા આવ્યા હતા. ભાજપ ચાર બેઠકો ક્યારેય જીતી શકી નહોતી આ વખતે ખેલ ફરી ગયો છે. આ એવી બેઠકો છે કે, ભાજપ 1962 પછી ક્યારેય ચૂંટણી અહીંથી જીતી શક્યું નહોતું.

ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે. ભાજપ પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી છે. તેની સરખામણીમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે, પાર્ટીએ 17 સીટો જીતી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી 7 સીટો પર જીતી છે.

ગુજરાતની ચૂંટણીમાં ભલે ભાજપને જંગી જીત મળી હોય, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીએ તે બેઠકો પણ જીતી છે જેના આધારે ભાજપ 1962 પછી ક્યારેય ચૂંટણી જીતી શક્યું નથી. આ બેઠકો પર ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો છે. આવો જાણીએ કઈ કઈ બેઠકો પર ભાજપે આ વખતે મોરચો વાળી લીધો છે….

1. બોરસદમાં ભાજપનો જાદુ ચાલ્યો 

આ વખતે બોરસદ વિધાનસભા ભાજપે કબજે કરી છે. અહીં ભાજપના સોલંકી રમણભાઈ ભીખાભાઈનો વિજય થયો છે. તેમને 50.39 ટકા વોટ શેર સાથે 91,320 વોટ મળ્યા. બીજા નંબર પર કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહને 44.18 વોટ શેર સાથે 80,061 વોટ મળ્યા હતા.

2. ઝઘડીયામાં છોટું વસાવાની મૂશ્કેલ સીટ પર પણ જીત

ઝઘડિયાનો અભેદ્ય કિલ્લો આ વખતે ભાજપે બનાવ્યો છે. અહીંથી ભાજપના રિતેશકુમાર રમણભાઈ વસાવાને 45.65% વોટ શેર સાથે 89,552 વોટ મળ્યા હતા. તે જ સમયે, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક અને અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાને 33.74 ટકા વોટ શેર સાથે 66,185 હજાર વોટ મળ્યા હતા. છોટુ વસાવા 1990થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય હતા.

3. વ્યારા બેઠકનો ગઢ તૂટ્યો 

તાપી જિલ્લાની વ્યારા બેઠક પરથી ભાજપના કોકણી મોહનભાઈ ધેડાભાઈ જીત્યા છે. તેમને 40.67 ટકા વોટ શેર સાથે 69,633 હજાર વોટ મળ્યા જ્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટીના બિપીનચંદ્ર ખુશાલભાઈ ચૌધરી રહ્યા હતા. બિપિન ચંદ્રાને 27.75 ટકા વોટ શેર સાથે 47,513 હજાર વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ગામીત પુનાભાઈ ધેડાભાઈ ત્રીજા નંબરે રહ્યા હતા. તેમને 26.81 ટકા વોટ શેર સાથે 45,904 હજાર વોટ મળ્યા.

4. ગરબાડામાં પણ સૌથી વધુ વોટ મળ્યા બીજેપી ઉમેદવારને

દાહોદ જિલ્લાની ગરબાડા વિધાનસભા બેઠક પર ભાજપના ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈનો વિજય થયો છે. તેમને 42.55 ટકા વોટ શેર સાથે 62427 હજાર વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ચંદ્રિકાબેન છગનભાઈ બારીયા બીજા ક્રમે આવ્યા હતા, તેમને 23.59 ટકા વોટ શેર સાથે 34391 હજાર મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના શૈલેષભાઈ કનુભાઈ ભાભોરને 22.9 ટકા વોટ શેર સાથે 33595 હજાર મત મળ્યા હતા.

આ પણ વાંચો: Arjun modhwadia win porbandar seat: ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે આ કોંગ્રેસ નેતા રહ્યો અડીખમ: પોરબંદરમાં આટલા મતે મેળવ્યો વિજય…

Gujarati banner 01