Arjun modhwadia

Arjun modhwadia win porbandar seat: ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે આ કોંગ્રેસ નેતા રહ્યો અડીખમ: પોરબંદરમાં આટલા મતે મેળવ્યો વિજય…

Arjun modhwadia win porbandar seat: પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો છે

ગાંધીનગર, 08 ડીસેમ્બર: Arjun modhwadia win porbandar seat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ગયા છે અને જે રીતે ભાજપને ૧પ૦થી વધુ સીટો પર વિજય મળી છે તેણે ભારતીય રાજનીતિમાં નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે. પરંતુ પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તો પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો છે.

પોરબંદર બેઠકનો ચૂંટણી જંગ આ વખતે ખૂબજ ચર્ચામાં રહ્યો હતો. ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી મામલે લગભગ છેક સુધી જળવાઇ રહેલું રહસ્ય ખુલતા આખરે બાબુભાઇ બોખીરિયા પર જ ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો તો કોંગ્રેસે ફરી એકવાર અર્જુનભાઇ મોઢવાડિયા પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને આ વિશ્વાસને સાર્થક કરતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય હાંસલ કર્યો છે. 

પોરબંદરની બેઠક પણ કુતિયાણાની જેમ જ ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચાના સ્થાને રહે છે. પોરબંદર વિધાનસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ઉતરેલા બાબુભાઇ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડિયા આ પહેલા ૪ વખત એક-બીજા સામે ટકરાઇ ચૂક્યા હતા જેમાં ત્રણ વિજય સાથે બાબુભાઇનું પલડુ ભારે હતું.

આ વખતે ફરી એકવાર ભાજપે અર્જુનભાઇ સામે બાબુભાઇને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ જીતની હેટ્રીક સર્જી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠકના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોઇ ઉમેદવાર સતત ત્રણ વખત વિજેતા થયો નથી, જેમાં હવે બાબુભાઇ બોખીરિયાનું નામ પણ ફરી એકવાર ઉમેરાયું છે. 

આ પણ વાંચો: Human chip: માનવ બ્રેઈનમાં ચિપ લગાવવાના પ્લાન પર પાણી? ન્યુરાલિંક સામે તપાસ શરૂ, જાણો શું છે આરોપ…

Gujarati banner 01