Bhupendra patel resigned as CM

Bhupendra patel resigned as CM: ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, નવી સરકાર બનાવવા કવાયત તેજ

  • 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે

Bhupendra patel resigned as CM: ભૂપેન્દ્ર પટેલે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું

ગાંધીનગર, 09 ડીસેમ્બર: Bhupendra patel resigned as CM: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે ભૂપેન્દ્ર પટેલે CM પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું છે. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, ત્યારે 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. તે પહેલાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગુજરાતની નવી સરકારની શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ કરાઇ રહી છે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં શપથવિધિ યોજાશે. PM મોદી શપથ સમારોહમાં હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિમાં હાજરી આપશે.

અચાનક બની હતી ભૂપેન્દ્ર પટેલની સરકાર

ઓગસ્ટ-2021માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી હતી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ હતી. કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે કેન્દ્રથી બે નેતા નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવ્યા હતા.

કમલમમાં તમામ ધારાસભ્યોને બોલાવી લેવામાં આવ્યા. વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત હતા અને નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એના પર સૌની મીટ મંડાયેલી હતી. કમલમમાં જે ઓડિટોરિયમમાં મીટિંગ હતી ત્યાં છેક પાછળ ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો અને મુખ્યમંત્રી તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવશે.

સવારે તેઓ બોપલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગયા હતા અને સાંજે મુખ્યમંત્રી બની ગયા. પછી તો વિજય રૂપાણીના તમામ મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું.

આ પણ વાંચો: Train affected news: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર, વાંચો વિગતે…

Gujarati banner 01