Bone and Joint Action Week

Bone and Joint Action Week: એચસીજી હોસ્પિટલ્સ મીઠાખળીએ બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહના ભાગરૂપે વોકેથોનનું આયોજન કર્યું

Bone and Joint Action Week: બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહનો ઉદ્દેશ આર્થરાઇટિસ, સ્પાઈનની તકલીફ, ટ્રોમા, હાડકાંઓને અસર કરતી પીડિયાટ્રિક કન્ડિશન્સ અને ઓસ્ટિઓપોરોસિસનો ઉપચાર કરવાનો તેમ જ આ રોગો થતા અટકાવવાનો છે

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ Bone and Joint Action Week: 12મીથી 20મી ઑક્ટોબર દરમિયાન બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહ મનાવી રહ્યું છે, HCG હૉસ્પિટલ્સ મીઠાખળીએ આર્થરાઇટિસ, ની રિપ્લેસમેન્ટ (ઘૂંટણ બદલવા) અને સ્પાઇન (કરોડરજ્જુની) સર્જરી કરનારા વૉરિઅર્સ અને નાગરિકો માટે વોકેથોનનું આયોજન કર્યું હતું. એચસીજી હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટિંગ ફિઝિશિયન ડૉ. મનોજ વિઠ્ઠલાણી દ્વારા શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમ એચસીજી હોસ્પિટલ્સ- મીઠાખળીથી શરુ થઈ એનસીસી ચોકથી વળતા એચસીજી હોસ્પિટલ્સ- મીઠાખળી સુધી પૂરી થઇ હતી. તેમાં લગભગ 200 લોકોએ ભાગ લીધો હતો.

આ વૉકેથોનનાં આયોજનનો ઉદ્દેશ બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહ વિશે લોકોમાં સજાગતા લાવવાનો અને તેમને સક્રિય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહનો ઉદ્દેશ આર્થરાઇટિસ, સ્પાઈનની તકલીફ, ટ્રોમા, હાડકાંઓને અસર કરતી પીડિયાટ્રિક કન્ડિશન્સ અને ઓસ્ટિઓપોરોસિસનો ઉપચાર કરવાનો તેમ જ આ રોગો થતા અટકાવવાનો છે.

આ પ્રસંગે બોલતાં, એચસીજી હોસ્પિટલ્સના બીરસિંગ ચૌધરી, ચીફ ઓપરેટિંગ ઓફિસરએ કહ્યું કે, “બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહ વિશ્વભરમાં યોજાય છે. આ વૉકેથોનનું આયોજન,આર્થરાઇટિસ, ઘૂંટણ બદલવા અને કરોડરજ્જુનીસર્જરીમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓને સલામ માટે જાગૃતિની પહેલ તરીકે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ લોકોમાં સજાગતા લાવવાની પહેલરૂપે આ વૉકેથોનનું આયોજન કરાયું હતું.

Advertisement

લોકોને આર્થરાઇટિસ તેમ જ આરોગ્યને લગતા મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા, બોન અને જોઇન્ટ હાડકાં અને સાંધાના રોગો થતા અટકાવવા, એ રોગોને લીધે થતી વિકલાંગતાથી બચવા માટે તેમણે શું કરવું જોઇએ એનું માર્ગદર્શન આપવું, જેથી લોકો આરોગ્યભર્યું જીવન જીવી શકે.”

cff06cc2 9cb9 4a95 a21c 8cc975a355ba

આ પણ વાંચોઃ 46 New Appointed Police Inspectors: ગુજરાત પોલીસ દળમાં 46 નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે

વધુમાં તેમણે ઉમેર્યું કે, “અમારું લક્ષ્ય, સાચી તબીબી સલાહ, વહેલું નિદાન, યોગ્ય દવાઓ અને કસરતો – આ બધાં દ્વારા દરદીઓમાં આશાનો સંચાર કરીને તેમને તેમની તકલીફભરી પરિસ્થિતિમાંથી બહાર આવવા અને સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ થવાનું હતું. વૉકેથોન માટે એચસીજીએ એવા દર્દીઓને બોલાવ્યા હતા જેઓ આર્થરાઇટિસમાંથી, ની- રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જરીથી સાજા થઇ ગયા હોય. આ જ પ્રકારની તકલીફોથી પીડાતા અન્ય લોકો માટે તેઓ પ્રેરણાસ્રોત બન્યા હતા.”

Advertisement

આર્થરાઇટિસ વિશે લોકને વધુ સજાગ બનાવવા ડૉ. પ્રિયંક ગુપ્તા, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપિક સર્જન અને ડૉ. હિમાંશુ માથુર, સિનિયર કન્સલ્ટન્ટ, આર્થ્રોપ્લાસ્ટી અને ટ્રોમા, અમદાવાદની એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ – તેમણે આ અવસરે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યાં હતાં અને આર્થરાઇટિસને વધુ સારી રીતે મેનેજ કરવામાં સ્વસ્થ, સક્રિય જીવનશૈલીની અગત્યતા કેટલી છે તે સમજાવ્યું હતું.


વર્લ્ડ સ્પાઇન ડે અને વર્લ્ડ આર્થરાઇટિસ ડે પર, ડૉ. અમિત ઝાલા, ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પાઇન સર્જરી, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદે શેર કર્યું હતું કે વોકાથોન એ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે એક પ્રતીકાત્મક રજૂઆત છે. નિયમિત કસરત અને માવજત તેમના કરોડરજ્જુ અને કુદરતી સાંધાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.

આ પણ વાંચોઃ 75 Digital banking units: PM મોદીએ દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંક યુનિટનું ઉદ્ઘાટન કર્યું

Advertisement
Gujarati banner 01