Vaishali thakkar committed suicide

Vaishali thakkar committed suicide: સીરિયલ ‘યે રિશ્તા..’ ફેમ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા- વાંચો વિગત

Vaishali thakkar committed suicide: ટીવી સીરિયલ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી

મનોરંજન ડેસ્ક, 16 ઓક્ટોબરઃ Vaishali thakkar committed suicide: વર્ષોથી ઈન્દોરમાં રહેતી ટીવી સિરિયલની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના ઈન્દોરના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઠક્કરે તેના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. આ સીરિયલમાં સંજનાનું પાત્ર ભજવ્યું હતું જેના કારણે તે ઘણી ફેમસ થઈ હતી. અત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં ટીવી સીરિયલ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે કેસ દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે એમએસ હોસ્પિટલમાં મોકલી આપી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વર્કની વાત કરીએ અત્યાર સુધી વૈશાલીએ ઘણી સીરિયલોમાં કામ કર્યુ છે. વર્ષ 2015માં તેને સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સંજનાનું પાત્ર ભજવવાની તક મળી. આ ટેલિવિઝન શોથી તેને ઘણી ખ્યાતિ મળી હતી. આ શો બાદ તે યે વાદા રહા, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક અને વિશ અને અમૃતમાં જોવા મળી હતી. સસુરાલ સિમર કામાં વૈશાલીનું સૌથી લોકપ્રિય પાત્ર અંજલિ ભારદ્વાજનું હતું જેના માટે તેને નેગેટિવમાં બેસ્ટ એક્ટ્રેસ માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Bone and Joint Action Week: એચસીજી હોસ્પિટલ્સ મીઠાખળીએ બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહના ભાગરૂપે વોકેથોનનું આયોજન કર્યું

આ પણ વાંચોઃ 46 New Appointed Police Inspectors: ગુજરાત પોલીસ દળમાં 46 નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે

Gujarati banner 01