Jayendra Abwekar

Chara Advocate Association President: જયેન્દ્ર અભવેકર છારા એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા

Chara Advocate Association President: છારા એડવોકેટ એસોસિએશન વકીલોના કલ્યાણ માટે કામ કરે છે

અમદાવાદ, 06 નવેમ્બરઃ Chara Advocate Association President: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, છારા એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટે વરિષ્ઠ વકીલ જયેન્દ્ર અભવેકરની પસંદગી કરવામાં આવી છે. છારા એડવોકેટ એસોસિએશન વકીલોના કલ્યાણ માટે કામ કરે છે. વકીલોની સર્વસંમતિથી જયેન્દ્ર અભિવેકરને એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બંટી ગરાંગે અને બંકિમ તમાઈચને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

છારા સમાજે શિક્ષણ જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ સમાજ શિક્ષિત ગણાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર વિસ્તારમાં છારા સમુદાયના લોકો રહે છે. છેલ્લા ઘણા સમયથી છારા એડવોકેટ એસોસિએશનની માંગ હતી. આખરે રવિવારે સમાજના લોકો દ્વારા ઊંડી ચર્ચા કર્યા બાદ પ્રમુખ તરીકે એડવોકેટ જયેન્દ્ર અભવેકરની વરણી કરવામાં આવી છે.

પ્રમુખ બન્યા બાદ જયેન્દ્ર અભવેકરે જણાવ્યું હતું કે આજે છારા સમાજના વકીલોનું સ્વપ્ન સાકાર થયું છે. તેઓ આ સંગઠનને નવી ઊંચાઈએ લઈ જશે. સમાજના વકીલોના કલ્યાણ માટે એડવોકેટ એસોસિએશનની રચના કરવામાં આવી છે. તેમનું આ સંગઠન માત્ર વકીલો જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોના ઉત્થાન માટે કામ કરશે.

સમાજના ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે પણ સંગઠનમાં કામ કરાશે. તેમણે કહ્યું કે, સંસ્થા સમયાંતરે નામાંકિત સભ્યો સાથે બેઠકો યોજીને નવી યોજનાઓ પણ બનાવશે.

આ પણ વાંચો… CM Bhupendra Patel Distribute Appointment Letters: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમૂણંક પત્ર એનાયત કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો