Gujarat 1

Congress members application to CM: પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને આપ્યું આવેદન

Congress members application to CM: ગુજરાતમાં આડેધડ ડિમોલીશનની કાર્યવાહી બંધ કરો

અમદાવાદ, 31 મેઃ Congress members application to CM: ગુજરાતમાં ગેરસંવૈધાનિક રીતે આડેધડ ડિમોલીશનની કામગીરી બંધ કરવા બાબત જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને મળીને આવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીને આવેદન આપ્યા બાદ મીડિયાથી વાતચીત કરતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ડિમોલીશનની કાર્યવાહી કરતા પહેલા કલેક્ટર તથા સરકારી તંત્ર દ્વારા દસ્તાવેજોની ખરાઈ કરવાની પૂરતી તક આપવા ડિમોલીશનની અંતિમ તારીખથી 30 દિવસ અગાઉ ફાઇનલ નોટિસ આપી ફરજિયાત બનાવવી જોઈએ.

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તથા સરકારી કચેરીઓમાં રજીસ્ટર્ડ કાયદેસરના દસ્તાવેજી પુરાવા ધરાવતા મંદિર, મસ્જીદ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસાનું ડીમોલીશન ન કરવું. કુદરતી ન્યાય સુસંગત તથા નામદાર સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈન મુજબ દાયકાઓથી વસતા નાગરિકોની વસાહતોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ ડિમોલીશન કરવું જોઈએ.

ભાવનગરમાં ઘોઘા માર્ગ 14 નાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવા માંગણી

ભાવનગરમાં ઘોઘા માર્ગ 14 નાળા વિસ્તારમાં 40 વર્ષથી રહેતા ગરીબ પરિવારોને કુદરતી ન્યાય સુસંગત અને સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન મુજબ માનવતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ ડિમોલીશનની કાર્યવાહી કરતા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ભાવનગર 14 નાળા ડિમોલીશન મામલે ત્રણ વ્યક્તિ બેભાન થતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહાનગર પાલિકા દ્વારા 144 મકાન ધારકોને નોટિસ આપતા સ્થાનિકોને મકાન ખાલી કરવા સૂચના અપાઈ હતી. સવારે હજારોની સંખ્યામાં સ્થાનિકો મહાનગર પાલિકા ધરણાં પર બેઠા હતા જ્યારે બપોર બાદ તમામને પોલીસ દ્વારા ત્યાંથી ખસેડી નાખવામાં આવ્યા હતા, તે સમયે બે મહિલા અને એક આડેધ બેભાન થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુસુફભાઈ આદમભાઈ ડેરૈયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મોતનો માલજો જાળવવા માનવતાના ધોરણે ડિમોલીશનની કાર્યવાહી સ્થગિત કરી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવા અમારી માગણી છે. 28 મે એ જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ સ્થિત 18 ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે હાઈકોર્ટમાં કેસ હોવા છતાં મધરાત્રે ડિમોલીશનની કાર્યવાહી કરાઈ હતી.

  • ગુજરાત રાજ્ય વકફમાં રજીસ્ટર્ડ અને 200 વર્ષ કરતાં વધુ સમથી સ્થાપિત દાહોદ ખાતે આવેલ નગીના મસ્જીદને ડીમોલીશ કરવા બાબત
  • 100 વર્ષ કરતા પણ વધુ સમયથી સંપૂર્ણ દસ્તાવેજ પુરાવા તથા કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર્ડ પોરબંદર, જખૌ બંદર, હર્ષદ બંદર, નાવદ્રા બંદર, ઘોઘાત, જુનાગઢ઼- નરસિંહ મેહતા તળાવની પાછળ આવેલી નાની મોટી 25 દરગાહો, ઉપકોટમાં 10 દરગાહો (બંને સ્થળે સિટી સર્વેમાં નોંધાયેલી દરગાહો) મસ્જીદ, દરગાહ અને કબ્રસ્તાનને ડીમોલીશન કાર્યવાહી કરી તોડી પાડવા બાબત
  • બેટ દ્વારકા સહિત અન્ય વિસ્થાપિત માછીમારોને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડી અન્ય બંદરોથી પણ ફિશીંગ કરવાની પરવાનગી આપવા બાબત

આ પણ વાંચો… Ahmedabad GST Raid: CGST અમદાવાદ દક્ષિણ કમિશનરેટ દ્વારા GST કાયદા હેઠળ ધરપકડ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો