hqdefault 1 edited

રાજ્યના અન્ય સિટી જેમ પણ બાગ-બગીચા બંધ, પરંતુ શહેરમાં પ્રવેશ પહેલા કરાવવો પડશે કોરોના ટેસ્ટ(corona test)

hqdefault 1 edited

ભાવનગર, 20 માર્ચઃ કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ બંધ કરાયેલ રેપિડ ટેસ્ટ(corona test)ની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચ સ્થળો પર રેપીડ ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં લોકો સ્વૈચ્છિક ટેસ્ટ કરાવી શકશે, જ્યારે અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતથી આવતા લોકો માટે ખાસ આધેલાઈ ચેકપોસ્ટ પર બુથ ઉભું કરી આવતીકાલ સવારથી રેપીડ ટેસ્ટની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

ADVT Dental Titanium

ભાવનગર શહેરમાં છેલ્લાં 1 સપ્તાહ થી કોરોનાના કેસમા ભારે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોઝિટિવ કેસોમાં વધારો થવાથી તંત્ર ચિંતિત બન્યું છે, ભાવનગર જિલ્લામા અત્યાર સુધીમા 6800 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે, જ્યારે છેલ્લાં 15 દિવસમા 300 જેટલા કેસનો વધારો થયો છે, ત્યારે ભાવનગરના મુખ્ય એવા 5 સર્કલો ઉપર આજથી રેપિડ ટેસ્ટ(corona test) કરવાની કામગીરી પુનઃશરું કરવામાં આવી છે આજ સવાર થી લોકો પણ સ્વૈચ્છિક રીતે આ રેપીડ બુથ ઉપર જઈ ને પોતાના ટેસ્ટ(corona test) કરાવી રહ્યા છે, ત્યારે તંત્ર લોકોને પોતાના રેપિડ ટેસ્ટ કરાવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

ભાવનગર માં કોરોના નું સંક્રમણ વધતા વહીવટી તંત્ર દ્વારા બાગ બગીચાઓ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસના કારણે તંત્ર સજાગ બન્યું છે, જેમાં આજે મળેલી કોર કમિટી દ્વારા સંક્રમણ ને અટકાવવા માટે અનેક વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં શહેરના તમામ બાગ બગીચાઓ અને પાર્ક સહિત ના સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવતા મનપા કમિશ્નર એમ.એ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આવતીકાલથી તમામ બાગ બગીચાઓ માં લોકો ને પ્રવેશ નહીં મળે.

આ પણ વાંચો…..

મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ- વાંચો સંપૂર્ણ વિગત