44cfc3e7 8272 439e 829a fbe79d6633f7

Covid19 Nyay yatra: કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..!

Covid19 Nyay yatra: covid19_ન્યાય_યાત્રા અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર શહેર ના વૉર્ડ નંબર 9, રતનપર ખાતે કોરોનાના કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી.

સુરેન્દ્રનગર, 05 સપ્ટેમ્બરઃ Covid19 Nyay yatra: વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાતની જનતાના માથે મોતનો ભય છે એને દૂર કરવા અને જીવનની સુરક્ષા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ મેમોરિયલ અને કોવિડ ન્યાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણ, આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂ. ૦૪ લાખનું વળતર મળે.

આ પણ વાંચોઃ Geelani’s Body In Pak Flag: પાકિસ્તાની ઝંડામાં લપેટવામાં આવ્યો ગિલાનીનો મૃતદેહ, પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી

કોરોના સંક્રમિત તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર ખર્ચની તરત ચુકવણી થાય, કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરીયરના વારસદારોને કાયમી નોકરી આપવામાં આવે એ માટે કોંગ્રેસ પક્ષ લડત ચલાવી રહ્યું છે.

3e2c4528 b825 4de6 acf7 d6c104bb8cb7

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ સમિતી પ્રમુખ રૈયાભાઈ રાઠોડભાઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી સાહેબ, સુરેન્દ્રનગર શહેર પ્રમુખશ્રી ગિરિરાજસિંહ ઝાલા, મોહનભાઇ પટેલ, મહામંત્રી નિલેશ વાઘેલા,જિલ્લા ઉપપ્રમુખ બી.કે. પરમાર, શાહીર સોલંકી,એસ. જિલ્લા ઉપપ્રમુખ આર. કુરેશી સોસિયલ મીડિયા પ્રમુખ સાગર ચામડિયા, જિલ્લા ઉપ પ્રમુખ મહાદેવ ભાઇ દલવાડી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ડગલા, એસ.સી. ડિપાર્ટમેન્ટ ના ચેરમેન કિશોરભાઈ ચાવડ, પ્રશાંત ભટ્ટ, સહીત તમામ આગેવાનોએ, કોવિડ નાં કારણે મૃત્યુ થયેલ સ્વ. ના ઘરે જઈને શ્રદ્ધાંજલિ તેમજ તેમનાં પરીવારજનો ને સાંત્વના આપેલ તથા સરકાર પાસે 4.લાખ રૂપિયા માંગણી ફોર્મ ભરીને સરકાર અથવા કોર્ટ પાસે રજૂઆત કરશે

Whatsapp Join Banner Guj