Syed Ali Shah Geelani image

Geelani’s Body In Pak Flag: પાકિસ્તાની ઝંડામાં લપેટવામાં આવ્યો ગિલાનીનો મૃતદેહ, પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી

Geelani’s Body In Pak Flag: આશરે એક ડઝન કરતા વધારે અનિચ્છનીય તત્વોની ધરપકડ કરવામાં આવી છે

શ્રીનગર, 05 સપ્ટેમ્બરઃ Geelani’s Body In Pak Flag: કટ્ટરપંથી અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મૃત્યુ બાદ તેમના મૃતદેહને પાકિસ્તાની ઝંડામાં લપેટવા અને રાષ્ટ્રવિરોધી નારા લગાવવાના આરોપસર બડગામ પોલીસે અજ્ઞાત લોકો વિરૂદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ બધા વચ્ચે બડગામ જિલ્લાના નરકારા ખાતે પથ્થરમારાની છૂટી-છવાઈ ઘટના છોડીને સમગ્ર ઘાટીમાં શાંતિ રહી હતી. આશરે એક ડઝન કરતા વધારે અનિચ્છનીય તત્વોની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 600 talibani killed in Panjshir: પંજશીરમાં 600 તાલિબાનીઓના મોત, 1000થી વધુએ ઘૂંટણીયા ટેકવ્યા- વાંચો વિગત

પોલીસે એ વાયરલ વીડિયોનું સંજ્ઞાન લીધું છે જેમાં ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની(Geelani’s Body In Pak Flag) ઝંડામાં લપેટેલો દેખાડ્યો હતો. વીડિયોમાં બતાવ્યું હતું કે, જેવી પોલીસ મૃતદેહને કબજામાં લેવા આગળ વધી, દિવંગત અલગાવવાદી નેતાના સહયોગિઓએ ઝંડો હટાવી દીધો. 91 વર્ષીય ગિલાનીનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. મૃતદેહને નજીકની એક મસ્જિદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાન(Geelani’s Body In Pak Flag)થી સંચાલિત કાશ્મીર મીડિયા સર્વિસ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બોગસ સમાચારો અને વીડિયો પ્રસારિત કરીને માહોલને ખરાબ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક સ્થાનિક મીડિયાકર્મી અને ચેનલ પણ તેમાં સામેલ જણાયા છે.

Geelani's Body In Pak Flag