5c9ed3f6 468c 4d55 ba60 5e50d3276d06

vadodara teacher Honored by rajendra trivedi: જિલ્લા અને તાલુકા કક્ષાના 8 શ્રેષ્ઠ શિક્ષકોનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સન્માન

vadodara teacher Honored by rajendra trivedi: ૨૦૨૧ ના વર્ષ માટે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ અને તાલુકા કક્ષાએ ૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી

વડોદરા, 05 સપ્ટેમ્બરઃ vadodara teacher Honored by rajendra trivedi: શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસમાં ઉત્તમ યોગદાન આપનારા શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરીને દર વર્ષે ૫ મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ પ્રસંગે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ NIMCj Graduation ceremony:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ યોજાયો
તે પ્રમાણે સન ૨૦૨૧ ના વર્ષ માટે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ અને તાલુકા કક્ષાએ ૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.
વડોદરામાં આજે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રીમતી કામિની પટેલ, ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળા,વડોદરા,શ્રીમતી પ્રિયતમા કનીજા,મેથી – કરજણ અને પ્રણવકુમાર પરીખ,ગણેશપુરા – વાઘોડિયાનું જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આરીફખાન પઠાણ – ચોરપુરા,સાવલી, રમણભાઈ રોહિત, દનોલી – પાદરા, મહેશ પરમાર – તતારપુરા,વડોદરા, નેહાકુમારી સોનગરા, અનગઢ,વડોદરા અને કૃણાલ જોશી – ભાદરવાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj