Saira banu health update

Saira banu health update: પતિ દિલીપ કુમારના નિધન બાદ પત્ની સાયરાની તબિયત સતત ખરાબ, અભિનેત્રીએ એન્જિયોગ્રાફી કરવાનો પણ કર્યો ઇન્કાર!

Saira banu health update: દિલીપ કુમારના નિધન બાદ સાયરા બાનુ ડિપ્રેશનમાં હોવાનું ડોક્ટરોએ જણાવ્યું…!

બોલિવુડ ડેસ્ક, 05 સપ્ટેમ્બરઃ Saira banu health update: ફિલ્મ અભિનેત્રી 77 વર્ષીયસાયરાબાનોને શ્વાસની તકલીફ થતાં તેમને મુંબઇના ખારની હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને તબીબે એન્જિયોગ્રામ કરવાની સલાહ આપી છે જેનો સાયરાએ ઇનકાર કર્યો છે. 

સાયરાને એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ નામની બીમારીનું નિદાન થયું છે. જેની સારવારના ભાગ રૂપે ડોકટર એન્ડિયોગ્રામ કરવા માંગે છે. પરંતુ સાયરાએ ડોકટરોની આમ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. 

આ પણ વાંચોઃ 600 talibani killed in Panjshir: પંજશીરમાં 600 તાલિબાનીઓના મોત, 1000થી વધુએ ઘૂંટણીયા ટેકવ્યા- વાંચો વિગત

ડોકટરે જણાવ્યું હતું કે, સાયરાની મંજુરી વગર અમે આ તબીબી તપાસ કરી શરીએ નહીં. દીલિપ સાહેબના નિધન  પછી  સાયરાબાનો ડિપ્રેશનના સપાટામાં આવ્યા છે. તેઓ પૂરતી ઊંઘ લેતા નથી તેમજ જલદી ઘરે જવાની વાત કરી રહ્યા છે. સાયારાને જલદી જ અમે આઇસીયુમાંથી બહાર લઇઆવશું.

ઉલ્લેખનીય છે કે, સાયરાએ 16 વરસની વયે જ અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં એ સમયના ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.

Whatsapp Join Banner Guj