Crime against 31 M.S students protesting

Crime against 31 M.S students protesting: વડોદરાની MS યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરનારા 31 વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો, વાંચો શું છે વિવાદ?

Crime against 31 M.S students protesting: ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે થયેલા વિવાદમાં શનિવાર સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

વડોદરા, 09 મેઃ Crime against 31 M.S students protesting: વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે થયેલા વિવાદમાં શનિવાર સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો બીજી તરફ ત્રણ દિવસ પહેલા એમ.એસ.યુનિવર્સિટી ખાતે ચિત્રો અંગે વિવાદ થતાં ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે પોલીસકર્મીને બે-ત્રણ લાફા ઝીંકી દેનાર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વડોદરાની એમ.એમ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ પહેલાં એન્યુઅલ શોમાં દરમિયાન સ્કલ્પચર વિભાગમાં અભ્યાસ કરતા કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ તેના આર્ટવર્ક મૂક્યા હતા, જેમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો અખબારોના પાનાઓમાંથી કટિંગ કરીને બનાવવામાં આવ્યા હતા.

આ ચિત્રોમાં અખબારના પાનાઓ હતા. તેમાં વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસ સહિતના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગનો ઉપયોગ થયો હતો. સાથે અશોક ચક્રનું પણ અપમાન થતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી હિન્દુ સંગઠનો સહિતના લોકોની લાગણી દુભાઇ હતી અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે આર્ટ શો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. તેમજ ફેકલ્ટીના ડીનને પદેથી હટાવવા અને આર્ટ વર્ક બનાવનાર વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા માટે માંગણી કરવામાં આવી તેમજ ત્યાં ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ Morbi maliya road accident: મોરબી-માળીયા હાઇવે પર થયો મોટો અકસ્માત, જેમાં 5 લોકોના મોત 10થી વધુ લોકો ઘાયલ

5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે હંગામો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરતભાઇએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. ત્યારે કાર્તિકભાઇ ઘનશ્યામભાઇ જોષી (રહે. વિજયનગર, તરસાલી, વડોદરા) અને ધ્રુવ હર્ષદભાઇ પારેખ (રહે. ભક્તિસાગર સોસાયટી, મકરપુરા, વડોદરા) એ તમે અમને કહેનાર કોણ છો કહીને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે આજે 8 મે ના રોજ પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે વિવાદ વધતા યુનિવર્સિટી દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે 7 મે શનિવારની સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તપાસ રિપોર્ટ જાહેર કરવા ધરણા કર્યા હતા. જેમાં એમ.એસ.યુનિવર્સિટીને બીજી JNU નહીં બનવા દઇએ સહિતનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

ABVPના કાર્યકરોએ માગ કરી હતી કે જ્યાં સુધી કમિટીએ શું તપાસ કરી એ વિશે નહીં જણાવાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ. સાથે સૂતળી બોમ્બ ફોડીને વિરોધ જારી રાખ્યો હતો. જેથી ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસનો મોટો કાફલો આવ્યો હતો અને ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી બહાર નિકળવા કહ્યું હતું. જો કે વિદ્યાર્થીઓ પોતાની માંગણી અડગ રહેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓને પોલીસ ગાડીઓમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જેમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સહિત 31 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ સામે સી.આર.પી.સી. હેઠળ 143, 145, 147, 186, 188, 336 ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 24 Corona case at NID: અમદાવાદની આ ઈંસ્ટીટ્યુટના કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા, વાંચો વિગત

Gujarati banner 01