Prem samjase kyare: પ્રેમ સમજાશે ક્યારે?

પ્રેમ સમજાશે ક્યારે???(Prem samjase kyare)

Prem samjase kyare: વિરહની આ વેદના ભરી યાદ અટકશે ક્યારે?
રાધા સંગ કાન એકમેકના થઈ જીવન જીવશે ક્યારે?

પ્રેમનું નામ હું આપી દઉં ભવોભવનો સાથ,
તો રાધા-કૃષ્ણનો પ્રેમ સાચો ઠરશે ક્યારે?

આકાશ-પાતાળ એક કરી બતાવું પ્રેમ માટે,
હકીકતમાં આ પ્રેમની પરિભાષા લોકો સમજશે ક્યારે?

તાજમહેલ બંધાવું કે રાધા-કૃષ્ણનું મંદિર,
દૂર રહીને પણ સાથ નિભાવનાર જોડી આવશે ક્યારે?

પ્રેમની માયાજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવનાર સામે,
હવસના શિકારીનો શિકાર કરવા કૃષ્ણ ચક્ર છોડશે ક્યારે?

આ પણ વાંચો..Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *