24 Corona case at NID: અમદાવાદની આ ઈંસ્ટીટ્યુટના કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા, વાંચો વિગત

24 Corona case at NID: કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

અમદાવાદ, 08 મેઃ24 Corona case at NID: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે. હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈપણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Mahi Vij threatened by stranger: ટીવીની આ જાણીતી અભિનેત્રીને અજાણી વ્યક્તિએ રેપની ધમકી આપી, વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Anand mahindra gift to idli amma: આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી વેચતા ‘ઈડલી અમ્મા’ને આપી ખાસ ભેટ, 3 વર્ષ પહેલા કર્યો હતો વીડિયો શેર

Gujarati banner 01