Priyanka and Nick become parents

Priyanka’s daughter came home: આખરે પ્રિયંકા અને નિકની દીકરી ઘરે આવી, એક્ટ્રેસે ફોટો શેર કરવાની સાથે લખી ઇમોશનલ પોસ્ટ

Priyanka’s daughter came home: જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર વેઠનારી બાળકીને ઘરે લાવ્યા બાદ પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં

મનોરંજન. 09 મેઃ Priyanka’s daughter came home: પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીને 100 દિવસ ઈન્ટેંસિવ કેરમાં રાખવામા આવ્યા બાદ આખરે રજા મળી છે. જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર વેઠનારી બાળકીને ઘરે લાવ્યા બાદ પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં છે. હજુ ઘરે પણ થોડા સમય સુધી તેની બહુ કાળજી થી દેખરેખ રાખવી પડશે.  પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે તેમનો ફોટો શેર કર્યો છે. જોકે તેમણે તેનો ચહેરો પ્રગટ થવા દીધો નથી. 

પ્રિયંકા સરોગેસીની મદદથી માતા બની છે. ગઈ તા. 15 મી જાન્યુઆરીએ માલતી નો જન્મ થયો હતો. નિયત સમય કરતાં 12 સપ્તાહ વહેલી જન્મી હોવાથી શરૂઆતથી જ તેની વિશેષ કાળજી લેવી પડી હતી. તેને નેશનલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવી હતી. 

નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તેમના પાછલા કેટલાક મહિનાઓ ભારે ઊથલપાથલમાં વીત્યા છે. આ સમય બહુ પડકારજનક હતો પણ સાથે સાથેએ અહેસાસ પણ થયો છે કે એ દરેક ક્ષણ કેટલી કિંમતી અને પરિપૂર્ણ હતી . 

આ પણ વાંચોઃ Crime against 31 M.S students protesting: વડોદરાની MS યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરનારા 31 વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો, વાંચો શું છે વિવાદ?

પ્રિયંકાની અને નિકની આ ભાવુક પોસ્ટ પર અનુષ્કા, રણવીર, મલાઈકા અરોરા, પ્રિટી ઝિન્ટા , સોનમ  સહિતના બોલીવુડ સેલેબ્સએ રીએક્ટ કરી માલતી માટે અઢળક વ્હાલ વ્યકત કર્યું છે અને તેનું સ્વાગત કર્યું છે. કઝીન પરિણીતીએ પ્રિયંકાને એક માતા તરીકે આ સંજોગો સામે લડત આપનારી સૈનિક ગણાવી છે.

આ પણ વાંચોઃ Morbi maliya road accident: મોરબી-માળીયા હાઇવે પર થયો મોટો અકસ્માત, જેમાં 5 લોકોના મોત 10થી વધુ લોકો ઘાયલ