Morbi maliya road accident

Morbi maliya road accident: મોરબી-માળીયા હાઇવે પર થયો મોટો અકસ્માત, જેમાં 5 લોકોના મોત 10થી વધુ લોકો ઘાયલ

Morbi maliya road accident: CM ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી

મોરબી, 08 મેઃ Morbi maliya road accident: આજે મોરબી- માળીયા હાઇવે પર મોટો અકસ્માત થયો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી.

આ અકસ્માત માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્વોદય હોટેલ પાસે સર્જાયો હતો જેમાં કારનું ટાયર ફાટતાં કાર બીજી ગાડી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ ઘટનાની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થતાં તેમણે મૃતકોને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.

આ પણ વાંચોઃ 24 Corona case at NID: અમદાવાદની આ ઈંસ્ટીટ્યુટના કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા, વાંચો વિગત

Gujarati banner 01