lemon

Expensive lemons stolen: દિવસને દિવસે લીંબુના ભાવ વધતા, લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીંબુની થઇ ચોરી – વાંચો વિગત

Expensive lemons stolen: રાત્રીના સમયે તસ્કરો 120થી 140 કિલો લીંબુની ચોરી કરી ગયા

અમદાવાદ, 29 એપ્રિલઃExpensive lemons stolen: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચતાં સામાન્યમાં સામાન્ય માણસને પણ જેની અસર થઈ છે. લીંબુ પકવતાં ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તેની સાથે સાથે તેમણે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી છે. કામરેજના કઠોર ગામે 6.5 વીઘામાં કરેલ લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીબુની ચોરી થઈ છે. લીંબુના ભાવ આસમાને પહોંચતાં તસ્કરો લીંબુ તરફ વળ્યા હોય તેમ લાગે છે

લીંબુનો ભાવ 400 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો હતાં. જેની અસર ગૃહિણીના બજેટ પર પહોંચી હતી. લીંબુના ભાવની અસર સામાન્ય માણસને નડી રહી હતી. જ્યારે બીજી તરફ લીંબુ પકવતા ખેડૂતોને અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવો મળ્યા હોવાની ખુશી હતી. પરંતુ સાથે સાથે ખેડૂતોએ લીંબુની સુરક્ષા પણ વધારવા પડી છે

ઉલ્લેખનીય છે કે, લીંબુની સુરક્ષાના ભાગ રુપે બે – ત્રણ દિવસ અગાઉ ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા લીંબુને ઉતારી તેને અલગ અલગ કરી ખેતરમાં મુક્યા હતાં. રાત્રીના સમયે તસ્કરો 120થી 140 કિલો લીંબુની ચોરી કરી ગયા હતાં. જે અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ International Dance Day: નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ!

આ પણ વાંચોઃ Heat wave alert in gujarat: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, વાંચો ક્યાં કેટલા ડિગ્રી સુધી પહોંચશે તપમાન ?

Gujarati banner 01

Advertisement