Heat wave alert in gujarat: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, વાંચો ક્યાં કેટલા ડિગ્રી સુધી પહોંચશે તપમાન ?

Heat wave alert in gujarat: આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

અમદાવાદ, 29 એપ્રિલઃ Heat wave alert in gujarat: રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, કાળઝાળ ગરમી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના આ છેલ્લા અઠવાડિયાથી સખત ગરમી પડી રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના અનુસાર, આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની વધશે. ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sheikh Hasina offered chittagong port:શેખ હસીનાએ ભારતને ઓફર કર્યું ચટગાંવ બંદર, કહી આ મોટી વાત- વાંચો વિગત

આ પણ વાંચોઃ Special coincidence of Lord shiva: આજે માસિક શિવરાત્રિ અને 30 એપ્રિલે શનિશ્ચરી અમાસના દિવસે કરો શિવપૂજા, તમારી પરેશાનીઓ થશે દૂર

Gujarati banner 01