Gujarat vaccination: રાજ્યમાં કોરોના વેક્સિનેશન મેળવનારા લોકોની સંખ્યા ત્રણ કરોડ એક લાખે પહોંચી
Gujarat vaccination: રસીકરણની પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી 47 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો
- પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
- સમગ્રતયા 3 કરોડ, 1 લાખ, 46 હજાર, 996 લોકોને અત્યાર સુધી વેકસીનનું સુરક્ષા કવચ મળ્યું
- રાજ્યના આઠ મહાનગરોમાં રસી લેવાની પાત્રતા ધરાવતા 1,09,99,642 વ્યક્તિ સામે 74,76,174 નાગરિકોને એટલે કે 68% શહેરીજનોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
- રાજ્યમાં 20મી જુલાઇએ 4 લાખ 12 હજાર 499 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૨૧ જુલાઈ: Gujarat vaccination: કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે 20મી જુલાઇ-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં 47ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2 કરોડ 31 લાખ 30 હજાર 913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
એટલું જ નહિ, 70 લાખ 16 હજાર 83 લોકોને બીજો ડોઝ આપવામાં (Gujarat vaccination) આવેલો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્રતયા રાજ્યમાં 20મી જૂલાઇના દિવસે 4 લાખ 12 હજાર 499 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.
આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા (Gujarat vaccination) માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 20મી જુલાઇ સુધીમાં 3 કરોડ 01 લાખ 46 હજાર 996 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. ગુજરાત માં 20મી જુલાઇ સુધીમાં જે 2 કરોડ 31 લાખ 30 હજાર 913 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,64,948 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર; ૪પથી વધુ વયના 1,16,37,087 તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના 95,28,878 લોકોનો સમાવેશ થાય છે.
રાજ્યના આઠ મહાનગરોમાં રસી લેવાની પાત્રતા ધરાવતા 1,09,99,642 વ્યક્તિ સામે 74,76,174 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21,89,607 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ સમગ્રતયા રાજ્યના 8 મહાનગરોમાં કુલ 96,65,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને 68% શહેરીજનોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

