hindu calendar panchang

hindu calendar: દેવપોઢી એકાદશી સાથે તહેવારોનો આરંભ, જાણો ક્યારે છે ક્યો તહેવાર?

hindu calendar: 4 મહિના પછી દેવપોઢી એકાદશી સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. પરંતુ જાપ, તપ, દાન, વ્રત, હવન વગેરે કરી શકાશે

ધર્મ ડેસ્ક, 21 જુલાઇઃ hindu calendar: ચાતુર્માસની શરૂઆત, 21મીએ વામન બારસ, 22મીએ તીજ પૂજા, 23મીએ અષાઢ પૂનમ, 24મીએ ગુરૂ પૂર્ણિમા અને 9 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની શરૂઆત થશે.

આ વખતે શ્રાવણ મહિના(hindu calendar)માં 5 સોમવાર સાથે 2 પ્રદોષ અને માસિક શિવરાત્રિ વ્રત પણ રહેશે. આ શિવ ભક્તો માટે શુભ સંકેત પણ છે. દેવપોઢી એકાદસીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે. આ માન્યતાના કારણે લગભગ 4 મહિના પછી દેવપોઢી એકાદશી સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. પરંતુ જાપ, તપ, દાન, વ્રત, હવન વગેરે કરી શકાશે.

આ પણ વાંચોઃ Raj kundra: આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ રાજ કુંદ્રા, એક પ્રોજેક્ટ માટે આપ્યુ હતુ આટલું પેમેન્ટ- વાંચો વિગતે

ગુરુ પૂર્ણિમા પર્વ 24 જુલાઈના રોજ ઊજવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણથી બચવા માટે અનેક જગ્યાએ ગુરુ અને શિષ્યો વચ્ચે અંતર રહેશે. એવામાં ગુરુના ચિત્રની પૂજા, માનસિક નમસ્કાર અને સંચાર સાધનોની મદદથી ગુરુ પૂર્ણિમા પર્વ ઊજવવો જોઈએ. ગુરુ પૂર્ણિમા સાથે જ ચાતુર્માસના અનુષ્ઠાનો પણ શરૂ થઈ જશે.

જ્યોતિષ અનુસાર, શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે. આ સિવાય અનેક શુભયોગ પણ આવશે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવતા સોમવારના વ્રતનું ફળ ખૂબ જ જલ્દી મળે છે. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ ભગવાન શિવની પૂજા કરી શકાશે. ઘરમાં કરવામાં આવતી પૂજાનું ફળ મંદિરમાં કરવામાં આવતી પૂજા સમાન જ મળે છે. એટલે ઘરમાં રહેલી વસ્તુઓથી જ પૂજા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Mahindra recalls: આ કારણે મહિન્દ્રાએ 600 ડીઝલ ગાડીઓ રિકોલ કરી- વાંચો વિગત

શ્રાવણ મહિનામાં શિવપૂજાના 9 ખાસ દિવસઃ-

  • પહેલો સોમવારઃ 9 ઓગસ્ટ
  • બીજો સોમવારઃ 16 ઓગસ્ટ
  • ત્રીજો સોમવારઃ 23 ઓગસ્ટ
  • ચોથો સોમવારઃ 30 ઓગસ્ટ
  • પાંચમો સોમવારઃ 6 સપ્ટેમ્બર
  • પ્રદોષ વ્રતઃ શ્રાવણમાં 20 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરના પ્રદોષ વ્રત રહેશે
  • ચૌદશ તિથિઃ 21 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બર
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Covid case in Olympic 2021: ઓલમ્પિક વિલેજમાં કોરોનાના કેસ નોંધાવવાનો સિલસિલો યથાવત- વાંચો સંપૂર્ણ અહેવાલ