francesca hotchin p5EiqkBYIEE unsplash lemon water

Health tips: વર્ષા ઋતુમાં શું ખાવું.. શું ન ખાવું..એ સંદર્ભે જાણો..(Director of AYUSH)આયુષ નિયામકનુ માર્ગદર્શન

Health tips: કોઇપણ ઋતુના સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે આ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૨૧ જુલાઈ:
Health tips: કોઇપણ ઋતુના સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે આ સમયે બિમાર થવાની શક્યતાઓ પણ વધી જાય છે ત્યારે વર્ષા ઋતુમાં શું ખાવું….અને…શું ન ખાવું..એ સંદર્ભે આયુષ નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેને અનુસરી રોગ મુકત રહેવા સૌને અનુરોધ પણ કરાયો છે.

આયુષ નિયામક(Director of AYUSH) ની કચેરી દ્વારા જણાવાયાનુસાર દેવપોઢી અગિયારસ થી જ ભારતીય સંસ્કૃતિ મુજબ ચાતુર્માસ ની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે સામાન્ય ભાષામાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે. (Health tips) વરસાદની આ ઋતુમાં વાતાવરણ મનમોહક હોય છે પણ આજ સમય હોય છે કે જેમાં નાની મોટી બિમારીના લીધે દવાખાના ઉભરાતા હોય છે,જેનું સાચું કારણ વર્ષા ઋતુંમાં શું શું કરવું તેની યોગ્ય જાણકારીનો અભાવ હોય છે.


 Dance bar: વેપારીઓની દુકાન બંધ અને ડાન્સ બાર ચાલુ; બે પોલીસ અધિકારી સસ્પેન્ડ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની આયુષ કચેરી દ્વારા વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું એ માટે જાણકારી આપતા જણાવાયુ છે કે, આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડે છે.વાદળો અને ભેજને કારણે શરીરમાં અસંતુલન થાય છે, જેના લીધે રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે, સામાન્ય રીતે આપણે  ખોરાકમાં  કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પરંતુ વર્ષાઋતુમાં પાચનશક્તિ નબળી હોવાના લીધે ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે વિવિધ નાની- મોટી બિમારી અને સમસ્યાઓ ઊભી થાય છે.

એટલે જ મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ ચાર મહીનામાં જ આવે છે, અને ઉપવાસ અને અન્ય નિયમોના લીધે આપણે સંસ્કૃતિના પાલનની સાથે સાથે આપણી તંદુરસ્તીની પણ જાળવણી કરી લઈએ છીએ

Vaccine production: સરકારે દેશમાં કોવિડ-19 રસીનું ઉત્પાદન વધારવા માટે લીધેલા વિવિધ પગલાં

અત્યારે આમ તો ચોમાસાની શરૂઆત હોવાથી આ સમય ઋતુસંધિકાળ ગણાય એટલે  કોઇપણ ઋતુ સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. અને આ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે

તો શું કરવું ???
ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે  પિત્ઝા, પાંવભાજી, દાબેલી વગેરે અને વાસી ખોરાક ન ખાવાં.
 

Health tips, Pizza, bhaji pav
  • પાણી ઉકાળીને પીવું: હળદર એ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે એટલે આયુષ મંત્રાલય, ભારત સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ  એક ચમચી હળદર રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવી અથવા હળદર વાળું દુધ પીવું
  • તુલસીના પાનનો ઉકાળો : તુલસીનાં 10-12  પાંદડાં અને ચપટી સૂંઠ સાથેનો ઉકાળો પીવો
  • લીબું શરબત :સાકર, સંચળ, મરી નાખીને બનાવેલ તાજા લીબુંનો શરબત રોજ પી શકાય કારણ કે લીબુંથી  પાચનશકિતમાં વધારો થશે અને લીંબુના વિટામિન સી હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે.
Whatsapp Join Banner Guj

આ અંગે વઘુ માહિતી માટે ગુજરાત સરકારની આયુષની website https://ayush.gujarat.gov.in  પર મુલાકાત લઈને રોગમુકત રહેવા અપીલ છે.