Hardik Patel JMC Rape 1

જામનગર સામુહિક બળાત્કારની પીડિતાના ઘરે પોહચિયા હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી

પીડિટના પરિવારને મળી આપી સાંત્વના, તાત્કાલિક ન્યાય મળવાની કરી માંગ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ યાદવ નગર માં 17 વર્ષની સગીરા પર ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે શહેરમાં નો ભોગ બનેલી યુવતીના પરિવારને મળવા માટે આજે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામનગર આવી પહોંચ્યા હતા

આ ઘટના બન્યા બાદ કોંગ્રેસના અગ્રણીઓ સાથે આજે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પીડિતાના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું તેમ જ તમામ રીતે પરિવારજનોની સાથે છે તેવું જણાવ્યું હતું આ ઉપરાંત ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ યાદવ નગર ની મુલાકાતે સમયે હાજર રહ્યા હતા

Advt Banner Header
loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *