HC Reject bail application: વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં થયો વધારો, અર્બુદા સેનાના કાર્યકરો ધરણા પર બેઠા બાદ પણ જામીનની અરજી ફગાવી

HC Reject bail application: 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACB એ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે

ગાંધીનગર, 21 ઓક્ટોબરઃ HC Reject bail application: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં છે. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી છે.

વિપુલ ચૌધરીએ નિયમિત જામીન મેળવવા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેમણે રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે આ અરજીમાં કહ્યુ હતું કે, વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો છે. સાથે જ વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરી હતી. 

ત્યારે હાઈકોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીની માંગણીને કોર્ટે ફગાવી છે. રાજ્ય સરકાર તરફથી વિપુલ ચૌધરીની અરજીનો વિરોધ કરાયો હતો. સાથે જ એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી અપાઈ હતી. 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACB એ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે. જેથી હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. વિપુલ ચૌધરીની જામીન અરજીનો કોર્ટમાં સરકારે વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચોઃ Military chopper crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું, વાંચો વિગત

સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, દૂધસાગર ડેરીમાં 300 કરોડનું કૌભાંડ આચરાયું છે. આવા કૌભાંડીને છુટા ન મૂકી શકાય. તેથી કોર્ટે જામીન નકારતા કહ્યું કે, Acb પાસે પુરાવા હોવાથી વિપુલ ચૌધરીને જામીન ન આપી શકાય.  

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લીધે રાજકીય દબાણથી ખોટો કેસ કર્યો હોવાની વિપુલ ચૌધરીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે સેશન્સ કોર્ટે આર્થિક ગુનો હોવાથી સાક્ષીઓ તોડવાનો ભય હોવાની કોર્ટે નોંધ લીધી હતી. 

નોંધનીય છે કે, વિપુલ ચૌધરીના બચાવમાં અર્બુદા સેના ઉતરી છે. વિપુલ ચૌધરીની જેલમાંથી મુક્તિની માગ સાથે અર્બુદા સેનાના કાર્યકરો ગાંધીનગરમાં ધરણા પર બેઠા હતા. વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્તિ કરાવવા ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ હતી. ત્યારે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ Pm modi at kedarnath 2022: PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે, અહીં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી

Gujarati banner 01