Heatwave forecast: ગુજરાતમાં 4 દિવસ માટે હીટવેવની આગાહી, આ શહેરોમાં વધુ અનુભવાશે ગરમી- વાંચો વિગત

Heatwave forecast: શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે

અમદાવાદ, 25 માર્ચઃ Heatwave forecast: માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જોકે શુક્રવારથી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.

આ પણ વાંચોઃ Trusha murder case update: તૃષાની હત્યા કર્યા બાદ આરોપી કલ્પેશ બિન્દાસ્ત થઈ ઘરે જઈને સૂઈ ગયો

લૂ થી બચવા માટેના ઉપાયો

  • માસ્ક પહેરવાથી સંક્રમિત લોકોથી બચી શકાય છે જ્યારે તડકા અને લૂથી બચવું હોય તો ઘરની બહાર નીકળવા હાથમાં છત્રી જરૂર રાખો, અથવા માથાને કપડા કે ટોપીથી ઢાંકીને બહાર નિકળો.
  • ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ. શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
  • એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.
  • ગરમીના દિવસોમાં વારેવારે પાણી પીવું, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.
  • ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવો. થોડીક વાર બાદ માટલાનું પાણી પીવો, જો તરત જ ઠંડુ પાણી પીશો તો લૂ લાગી જશે.
  •  વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
  •  કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.
  • ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.
  • શાકભાજીના જ્યુસ કે સુપ બનાવીને પણ તમે પી શકો છો જેનાથી પણ લૂ થઈ બચી શકાય છે.
  • ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.
  • ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવીને ચાટો, તેનાથી પણ લૂ  લાગવાનો ખતરો ઓછો રહે છે.
  • એવી માન્યતા છે કે ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂથી બચી શકાય છે.
  • ગરમીના કારણે શરીરમાં અડાય થઈ ગઈ હોય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી રાહત થાય છે.
Gujarati banner 01