Variyali crop

Increase the anxiety of farmers: દાંતા તાલુકા વિસ્તાર માં પલ્ટાતા વારાવરણને લઈ પાક બગડવાની શક્યતાઓને લઈ ખેડુતો ની ચિંતામાં વધારો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૩ ડિસેમ્બરઃ
Increase the anxiety of farmers: દાંતા તાલુકા વિસ્તાર ના ખેડુતો ની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે દાંતા તાલુકા પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી વાતાવરણ માં સતત પલ્ટો જોવા મલી રહ્યો છે જ્યા હાલ સૂર્યનારાયણ ના દર્શન પણ પણ દુર્લભ બની રહ્યા છે એટલુ જ નહી ઠંડી ના પ્રમાણ માં પણ વધારો જોવા મળતા ખેડૂતો સાથે આમ પ્રજા પણ મુશ્કેલી માં જોવામળી રહી છે. ખેડૂતો નો કેટલોક તૈયાર પાક, તેમજ ખેતરોમાં ઉભેલો રવી પાક બગડવાના સતત ભય ને લઈ જગતનો તાત ચિતીંત બન્યો છે

Cotton crop, Increase the anxiety of farmers

દાંતા તાલુકામાં હાલ એરંડા,નો પાક ખેતરોમાં લચી રહ્યો છે ,કપાસ નો પાક બગડી રહ્યો છે પાંદડાઓ કોહવાના લાગ્યા છે ફુંકાતા પવનો ના કારણે પાક નીચે પડી ગયો છે એટલુજ નહી માવઢા ની અસર થી કપાસમાં જીવાતો લાગી રહી છે ત્યારે ખીલેલો કપાસ પણ કાળો પડી જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે તેટલાજ પ્રંમાણ માં વરીયાળી ના પાક ને પણ મોટુ નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

વરીયાલીનો પાક નીચે પડી ગયો છે જે દાણો સંકોચાઈજાય તેવી પરીસ્થીતી નિર્માણ થઈ છે હાલ ની પલ્ટાયેલા વાતાવરણ ને લઈ દાંતા તાલુકાનો ખેડૂત સતત ચિંતામાં ડુબ્યો છે ને મોં આવેલો કોળીયો જુંટવાઈ જશે તેમ માની રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો…Arjun Modhvadiya: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને નેતા અર્જુન મોઢવાડિયાએ આપી શુભેચ્છા, તેમના વિશે કહી આ વાત- જુઓ વીડિયો

Whatsapp Join Banner Guj