Indian citizenship letter: પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ રાજકોટના ૧૩ લોકોને હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

Indian citizenship letter: ૧૦ વર્ષ પહેલા ભારતમાં પગ મૂક્યો ત્યારે જે શાંતિ અનુભવી હતી એવી શાંતિ આજે ફરી એકવાર ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતા અનુભવું છું: ભવાન વાપી

રાજકોટ, 18 મેઃ Indian citizenship letter: પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Indian citizenship letter

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા?” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે.

સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે મંત્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વ દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. પૂજા યાદવ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને કમલેશ મીરાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Parents Alert For Kids: શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે? આ કિસ્સો જરૂરથી વાંચજો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો